Connect Gujarat
રાજકોટ 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટવાસીઓને 25 ઈલેક્ટ્રિક બસની ભેટ આપી, આંતરીક પરિવહન સેવામાં વધારો...

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 30 કરોડના ખર્ચે ખરીદાયેલી 25 ઈલેક્ટ્રિક બસને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.

X

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ. 30 કરોડના ખર્ચે ખરીદાયેલી 25 ઈલેક્ટ્રિક બસને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે 25 ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા રૂ. 30 કરોડના ખર્ચે ખરીદાયેલી ઈલેક્ટ્રિક બસના કારણે આંતરીક પરિવહન સેવામાં વધારો થશે. આ બસ ઈલેક્ટ્રીક હોવાથી પર્યાવરણની પણ જાળવણી થશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા 'વાઈબ્રન્ટ રાજકોટ' પુસ્તકનું પણ વિમોચન કર્યું હતું. આ પુસ્તકમાં છેલ્લા અઢી વર્ષમાં રાજકોટ ખાતે હાથ ધરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Next Story