રાજકોટલ TRP ગેમ ઝોનમાં લાગી ભયંકર આગ બેના મોત, મોલ બળીને ખાખ

ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા મથામણ કરી રહી છે

રાજકોટલ TRP ગેમ ઝોનમાં લાગી ભયંકર આગ બેના મોત, મોલ બળીને ખાખ
New Update

રાજકોટ શહેરના કાલાવડ રોડ TRP ગેમ ઝોનમાં ભીષણ આગ ફાટી નીકળી છે આગને પગલે 5 કિલોમીટર સુધી ધૂમાડાના ગોટે ગોટા દેખાઈ રહ્યા છે. એક બાળકનું મોત થયું છે અને 10થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાયું છે. ગેમઝોનમાં લોકો ફસાયા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આગને પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવા મથામણ કરી રહી છે આખું ગેમઝોન આગમાં બળીને ખાખ થઇ ગયું છે. જોકે, આ આગના કારણે એક બાળક સહિત બેના મોત થયા છે હજુ પણ મોતનો આંકડો વધવાની શક્યતા સેવાઇ રાહુઈ છે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને કલેક્ટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.

#Rajkot Fire News #TRP Game Zone #ફાયર બ્રિગેડ #Rajkot TRP Game Zone #game zone #Rajkot police #TRP ગેમ ઝોન #Rajkot
Here are a few more articles:
Read the Next Article