મમ્મી-પપ્પા-ભાઈ SORRY 'મને કાંઈ જ વાંધો નથી પણ મને માથું દુખ્યા કરે છે સુસાઇડ નોટ લખી રાજકોટની વિદ્યાર્થિનીએ આયખું ટૂંકાવ્યું

આપઘાત કરતાં પહેલા વિદ્યાર્થીનીએ કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમાં બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.

New Update
મમ્મી-પપ્પા-ભાઈ SORRY 'મને કાંઈ જ વાંધો નથી પણ મને માથું દુખ્યા કરે છે સુસાઇડ નોટ લખી રાજકોટની વિદ્યાર્થિનીએ આયખું ટૂંકાવ્યું

રાજકોટમાં રુવાટા ઉભા કરી દેતો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિદ્યાર્થીનીએ મમ્મી-પપ્પા અને ભાઈને સંબોધી કરુણ સુસાઇડ નોટ લખ્યા બાદ મોત વહાલું કરી લીધું જેમાં યુવતી સુસાઇડ નોટમાં લખ્યું કે 'મને કોઈ વાંધો જ નથી પણ મને નથી ગમતું. માથું બહુ જ દુઃખે છે અને પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા

રાજકોટમાં શહેરના સાધુવાસવાણી રોડ પર ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ આપઘાત કરી લેતા પરિવારજનો અરેરાટી મચી જવા પામી છે. ધોરણ 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દેવાંશી સરવૈયા (જેતપુર, કેરાડી)એ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આપઘાત કરતાં પહેલા વિદ્યાર્થીનીએ કરુણ સુસાઇડ નોટ લખી છે. જેમાં બીમારીના કારણે આ અંતિમ પગલું ભરી લીધાનું સામે આવ્યું છે.


આ મામલે જાણ થતા સ્થાનિક પોલીસ કાફલો તાબડતો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. જ્યાં તપાસ હાથ ધરતા મૃતદેહ નજીકથી સુસાઈટ નોટ મળી આવી હતી. જેમાં મૃતક વિદ્યાર્થીનીએ લખ્યું હતું કે ' Good bye and sorry' 'મને કોઈ વાંધો જ નથી પણ મને નથી ગમતું. માથું બહુ જ દુઃખે છે અને પપ્પા તમે કાંઈ ટેન્શન ન લેતા સોરી પપ્પા મને માફ કરી દેજો અને મમ્મી મને માફ કરી દેજો. ભાઈ મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે બાય' આ પ્રકારનું હૈયું હચમચાવતી કરુણ સુસાઈડ નોટ લખી હતી 

Latest Stories