Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : આજી ડેમ નહી રાખી શકે શહેરીજનોને "રાજી", માત્ર પાંચ દિવસ ચાલે તેટલું જ પાણી

ઓછા વરસાદના કારણે ડેમમાં પાણી ઘટયું, રાજકોટ શહેરને કુલ 3 ડેમમાંથી અપાય છે પાણી.

X

રાજકોટ શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા આજી ડેમમાં માત્ર પાંચ દિવસ સુધી ચાલે તેટલો જ પાણીનો જથ્થો હોવાથી જળસંકટના એંધાણ વર્તાય રહયાં છે.

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચાલુ વર્ષે 15 ઓગસ્ટ સુધીમાં ખુબ ઓછો વરસાદ પડ્યો છે. જેના કારણે જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી ઘટી રહયો છે. વરસાદ ખેંચવાના કારણે ખેડૂતો પિયત માટેના પાણીની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ શહેરોને પીવાનું પાણી પુરુ પાડતા ડેમોના જળાશયો ખાલી થઇ રહયાં છે. રાજકોટની વાત કરવામાં આવે તો શહેરીજનોને પીવાના પાણી પૂરું પાડતા ત્રણ પૈકીના એક ડેમમાં માત્ર પાંચ દિવસ ચાલે તેટલું જ પાણી હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ શહેરને આજી 1, ન્યારી 1 અને ભાદર 1માંથી પાણી આપવામાં આવે છે. ત્યારે આજી 1માં તાત્કાલિક અસરથી નર્મદા નીર આપવાની માંગ સરકાર પાસે કરવામાં આવી છે. ગત મહિને પણ રાજકોટના આજી અને ન્યારી બને ડેમમાં સૌની યોજના થકી 300 MCFTપાણી આપવામાં આવ્યું હતું. જો કે પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનએ ડેમમાં પાણી ઓછુ હોવાની બાબતનો ઇન્કાર કર્યો હતો.

રાજકોટ વાસીઓને માત્ર પાંચ દિવસ ચાલે તેટલું જ પાણી છે તે વાતને પુષ્કર પટેલે ફગાવી છે. પરંતુ સુત્રોનું માનીએ તો ડેમમાં દર વર્ષે કાંપ વધતા ઓછા પ્રમાણમાં રહેતો હોઈ છે. ત્યારે આજી ડેમમાં કાંપનું પ્રમાણમાં જોતા પીવાનું પાણી લઈ શકાય તે માટે માત્ર પાંચ દિવસ ચાલે તેટલું જ પાણી પ્રાપ્ય છે. રાજકોટમાં આવેલા ડેમોના પાણીના જથ્થા પર નજર કરીએ તો આજી 1 - ડેમમાં 29.57%, ન્યારી 1 - 51.33% અને ભાદર- 1 ડેમમાં 22.28% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

Next Story