Connect Gujarat
રાજકોટ 

રાજકોટ : કોઠારીયામાં 50 કરોડ રૂપિયાની સરકારી જમીન ખાલી કરાવાય, દબાણો પર ફેરવાયુ બુલડોઝર

રાજકોટમાં ભુમાફીયાઓએ પચાવી પાડેલી 5,000 ચોરસ મીટર જેટલી જમીન તંત્રએ ખુલ્લી કરાવી છે. સરકારી જમીન પર કરી દેવાયેલાં બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

X

રાજકોટમાં ભુમાફીયાઓએ પચાવી પાડેલી 5,000 ચોરસ મીટર જેટલી જમીન તંત્રએ ખુલ્લી કરાવી છે. સરકારી જમીન પર કરી દેવાયેલાં બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.

રાજકોટની ભાગોળે આવેલાં કોઠારિયા ગામમાં સરકારી જમીનમાં ભૂમાફિયા દ્વારા દબાણ કરવામાં આવતા તંત્રએ લાલ આંખ કરી છે. શનિવારે ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પહોંચેલી દબાણ શાખાની ટીમે દબાણો તોડી પાડી 5,000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરાવી છે. રાજયમાં ભુમાફીયાઓ સામે સરકારે કડક હાથે કાર્યવાહી કરવાના આદેશ આપ્યાં છે. રાજકોટના કોઠારીયા ગામમાં ભુમાફીયાઓએ સરકારી જમીન પણ કબજો જમાવી દઇ તેના પર પાકા બાંધકામ કરી દીધા હોવાની વિગતો રાજકોટ કલેકટર અરૂણ બાબુના ધ્યાને આવી હતી. તેમણે સંલગ્ન વિભાગના અધિકારીઓને આ સરકારી જગ્યા ખાલી કરાવવા માટે આદેશ કર્યો હતો. પ્રાંત અધિકારી રાજકોટ શહેર-2 ચરણસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ દબાણો દુર કરવા મેગા ડીમોલીશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જે મુજબ કોઠારિયાની 5245 ચો.મી. જમીન પર બનેલા અંદાજિત 30 થી વધુ ઔદ્યોગિક શેડ તોડી પાડવામાં આવ્યાં છે. વહીવટીતંત્રએ આશરે 50 કરોડ રૂપિયાની કિમંતની સરકારી જમીન ખુલ્લી કરાવી છે.

Next Story