રાજકોટ : પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી, પછી જુઓ શું થયું..!

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી.

New Update
રાજકોટ : પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી, પછી જુઓ શું થયું..!

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા ગામે પ્રેમી સાથે કામલીલામાં મગ્ન પત્નીને પતિએ રંગે હાથ ઝડપી પાડી હતી. આ દરમ્યાન ઉશ્કેરાયેલા પતિએ બન્ને ઉપર બાવળના લાકડા વડે હુમલો કરતાં પ્રેમીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો, જ્યારે પત્નીને આડેધડ માર મારી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી હતી.

Advertisment W3.CSS

મળતી માહિતી અનુસાર, મૃતક પરિણીતાના ભાઈ સુશીલ માંગીલાલ મડીયાએ આરોપી બનેવી લખન મોવનભાઇ વાસકેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે, સુશીલની બહેન મૃતક સંગીતાબેનના લગ્ન લખન મોવનભાઇ વાસકેલા સાથે થયા હતા. આ બનવામાં સંગીતાબેનને સંજય ગોપાલભાઇ સોલંકી સાથે પ્રેમસંબંધ હોય જેથી તેઓ અવારનવાર એકાંતમાં મળતા હતા. ગત તા. 14 નવેમ્બરે સાંજના અરસામાં સંગીતાબેન અને સંજય જેતપુર તાલુકાના પેઢલા ગામે મામાદેવના મંદિર પાસે આવેલા ક્રિષ્ના પ્રોટીન નામના કારખાનામાં એકાંતમાં મળ્યા હતા, અને બન્ને દેહસુખ માણવામાં મગ્ન હતા. તે સમયે આરોપી પતિ લખન ત્યાં આવી ગયો હતો, અને પત્ની તથા પ્રેમીને કઢંગી હાલતમાં રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આ સાથે જ ઉશ્કેરાયેલા પતિએ બન્ને ઉપર બાવળના લાકડા વડે હુમલો કર્યો હતો. જેમાં સંજયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે આરોપી પતિ લખને પત્નીને બેફામ માર મારતા તેણીનું મોત થયું હતું, જેથી આ બનાવ હત્યામાં પલટાયો હતો. જે મામલે જેતપુર ઉદ્યોગનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાય હતી. સમગ્ર મામલે હત્યારા પતિની ઉદ્યોગનગર પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.