ચોંકાવનારી "ઘટના" : રાજકોટમાં માત્ર 10 વર્ષની બાળકીએ ગળાફાંસો લગાવી આપઘાત કર્યો...
રાજકોટ શહેરમાં માત્ર 10 વર્ષની બાળકીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે.

રાજકોટ શહેરમાં માત્ર 10 વર્ષની બાળકીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી છે. બાળકીએ બાથરુમમાં દુપટ્ટો બાંધીને લટકી જઈ આપઘાત કરવા પાછળનું કારણ હાલ અકબંધ છે.
મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરના યાજ્ઞિક રોડ પર આવેલા ન્યુ જાગનાથ પ્લોટ શેરીમાં રહેતી 10 વર્ષીય બાળકીને ગતરોજ બેભાન હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવી હતી. બાળકીના પરિજનોએ તબીબને જણાવ્યું હતું કે, બાળકીએ ગળાફાંસો ખાઈ લીધો હતો, ત્યારે ફરજ પર હાજર તબીબ પણ ચોંકી ઉઠ્યા હતા. તબીબે બાળકીને તપાસી મૃત જાહેર કરી હતી. બનાવની જાણ થતાં જ એ' ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક દોડી આવી પરિવારજનોની પૂછપરછ શરૂ કરી હતી, ત્યારે પરિજનોએ પોલીસને જણાવ્યુ હતું કે, બાળકી ગત રોજ 11.30 વાગ્યા આસપાસ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. તેમના માતા ઉપરના રૂમમાં હતા, ત્યારે બાળકીએ બાથરૂમના એન્ગલ સાથે દુપટ્ટો બાંધી અંતિમ પગલું ભર્યું હતું. જોકે તેણે ક્યાં કારણોસર આ પગલું ભર્યું તેનાથી પરિવારજનો અજાણ હોવાથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ: અંકલેશ્વરમાં ધોળા દિવસે બુકાનીધારીઓએ બેન્કમાં ચલાવી લૂંટ, પોલીસ...
4 Aug 2022 12:42 PM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTભરૂચ: અંકલેશ્વરમાં મોડી રાત્રીએ એક વ્યક્તિ પર ફાયરિંગથી ચકચાર, અંગત...
4 Aug 2022 3:03 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTભરૂચ: ઝાડેશ્વરમાં સ્વ.જયેશ પટેલ શૈક્ષણિક સંકુલનું કરાયુ લોકાર્પણ,...
3 Aug 2022 12:36 PM GMT
અમેરિકા બાદ હવે ઓસ્ટ્રેલિયામાં ઈમિગ્રેશન કૌભાંડ, રાજ્યના અનેક એજન્ટો...
9 Aug 2022 9:05 AM GMTપીએમ પદની રેસમાં ઋષિ સુનક પાછળ, જીત માટે ભારતીય મૂળના લોકોએ હવન સહિત...
9 Aug 2022 8:42 AM GMTચોમાસાના નવા રાઉન્ડનો "પ્રારંભ" : સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતમાં...
9 Aug 2022 8:35 AM GMTગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ચૂંટણી વિભાગ સજ્જ, અધિકારીઓનો...
9 Aug 2022 8:20 AM GMTવિજય દેવરાકોંડાને જોઈને છોકરીઓ થઈ ગઈ ખુશ, બાજુમાં ઊભી રહેલ અનન્યા...
9 Aug 2022 8:14 AM GMT