ઉત્તરાખંડમાં ગુજરાતના યાત્રીઓ ફસાયા,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના સી.એમ.સાથે કરી વાત

ઉત્તરખંડમાં સર્જાયેલ મેઘ તાંડવના કારણે ગુજરાતના 1 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે

New Update
ઉત્તરાખંડમાં ગુજરાતના યાત્રીઓ ફસાયા,મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના સી.એમ.સાથે કરી વાત

ઉત્તરખંડમાં સર્જાયેલ મેઘ તાંડવના કારણે ગુજરાતના 1 હજારથી વધુ પ્રવાસીઓ ફસાયા છે ત્યારે ગુજરાતનાં સી.એમ.ભુપેન્દ્ર પટેલે ઉત્તરાખંડના સી.એમ.પુષ્કર ધામી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી તો સરકાર દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે

ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતના સેંકડો પ્રવાસીઓ અધવચ્ચે અટવાઈ ગયા છે. હાલમાં ત્યાંની સરકાર દ્વારા વિસ્તારમાં રેડ એલર્ટ જાહેર કર્યા બાદ પ્રવાસીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. બીજીતરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત ઉત્તરાખંડના સીએમના પુષ્કર ધામીના સંપર્કમાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉત્તરાખંડમાં 1 હજારથી વધુ ગુજરાતી યાત્રાળુંઓ ફસાયેલા છે. જોકે તમામ યાત્રાળું સલામત છે. અમદાવાદના મણિનગરનો એક પરિવાર નેતાલામાં ફસાયો છે. જ્યારે રાજકોટના 180 લોકોનું એક ગ્રુપ ગંગોત્રી જતા જ રસ્તામાં ફસાઇ ગયું છે. યાત્રાળુઓ વાતચીતમાં જણાવ્યું કે, અહીં ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે સરકાર દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તરાખંડમાં કુદરતી સંકટ અને વરસાદને કારણે ગુજરાતના જે યાત્રિકો ત્યાં ફસાઈ ગયા છે તેમને જરૂરી મદદ સહાય માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરધામી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી. આ તરફ ગુજરાત સરકાર દ્વારા ઈમરજન્સી નંબર જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પ લાઇન નંબર 079 23251900 પર ઉત્તરાખંમાં અટવાયેલા ગુજરાતના યાત્રિકોના સગા સંબંધીઓ વિગતો આપી તેમજ મેળવી શકશે

Latest Stories