Connect Gujarat
ગુજરાત

રાજકોટવાસીઓ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ટહેલવા નીકળ્યા, પોલીસે વાહન કર્યા ડીટેઈન

રાજકોટવાસીઓ લોકડાઉનની સ્થિતિ વચ્ચે ટહેલવા નીકળ્યા, પોલીસે વાહન કર્યા ડીટેઈન
X

હાલ

રાજકોટ સહિત સમગ્ર વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે દિવસે અને દિવસે ગુજરાત રાજ્યમાં પણ કોરોના વાઈરસના કેસમાં વધારો

થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોના વાઈરસના આંકડા પર નજર

કરીએ તો પોઝિટિવ કોરોના વાઈરસનો આંકડો 29 પર પહોંચ્યા છે. અમદાવાદમાં કોરોના

વાઈરસના 13 કેસ સામે આવ્યા છે, જ્યારે વડોદરામાં કોરોના વાઈરસના 6 કેસ તેમજ ગાંધીનગર અને સુરતમાં 4 કેસ

સામે આવ્યા છે. તો રાજકોટ અને કચ્છમાં 1-1 કેસ સામે આવ્યા છે, ત્યારે રાજકોટ શહેરમાં વધુ 4 કોરોના વાઈરસના શંકાસ્પદ કેસ જણાવતા તેમના

સેમ્પલ પરીક્ષણ અર્થે જામનગર મોકલવામાં આવ્યા હતા.

ગુજરાત

રાજ્ય સરકારની મળેલ મહત્વની બેઠકમાં ગુજરાત રાજ્યના 4 મહત્વના શહેરો આગામી તા. 25મી

માર્ચ સુધી લોકડાઉન કરવાની

જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે ગઈ કાલે જનતા કરફ્યુને રાજકોટ સહિત સમગ્ર

ભારતભરમાં પ્રચંડ સમર્થન મળ્યું હતું. પરંતુ આજરોજ રાજકોટ શહેરમાં વહેલી સવારથી

જાણે કે, લોકડાઉન જેવી સ્થિતિ જ ન હોય

તે પ્રકારે રાજકોટવાસીઓ હરતા ફરતા નજરે પડી રહ્યા હતા. લોકોએ

પોતાના ધંધા-રોજગાર પણ રાબેતા મુજબ શરૂ કરી દીધા હતા. તો સાથોસાથ શો-રૂમ તેમજ

ફેક્ટરીઓ પણ ખુલ્લી રહેતી જોવા મળી હતી. જેના કારણે રાજકોટ શહેર અને ગ્રામ્ય

પોલીસે કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી, ત્યારે લોકડાઉનની સ્થિતિની અંદર પણ જે પણ

રાજકોટવાસીઓ હરવા ફરવા નીકળી રહ્યા હોય તેમને પોલીસે ઊભા રાખી તેમના વાહનો ડીટેઇન કરવા સહિતની કાર્યવાહી હાથ

ધરી હતી.

Next Story