આમદલાના ખેડૂતની જમીન સંપાદનનું વળતર નહીં ચુકવતા કોર્ટે લીધો આ નિર્ણય

રાજપીપલાના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ દ્વારા એક અનોખો હુકમ કર્યો છે. જેમાં રાજપીપલાની જાહેર બાંધકામ વિભાગની કાર્યપાલ ઈજનેરની કચેરીની 7 ખુરશીઓ જપ્ત કરવામાં આવી હતી. આ હુકમથી અધિકરીઓ કેટલા બેદરકાર છે અને કોર્ટના આદેશના અનાદરથી કોર્ટે આવી પણ સજા કરી શકે છે.

ઘટનાની વિગતો કંઈક એવી છે કે, ગરુડેશ્વર તાલુકાના આમદલા ગામે રહેતા ચંપક પુના તડવીની ભુમલિયા ખાતે આવેલી જમીન ફિલ્ટરેશન પ્લાન્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી. જે ખેડૂતને વળતર આપ્યું એ ખેડૂતને મંજુર ના હોય ખેડૂતે રાજપીપલા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટમાં વધુ વળતર માટે કાર્યપાલ ઈજનેર જાહેર બાંધકામ વિભાગ રાજપીપલા વિરુદ્ધ  અરજી કરી હતી. જેમાં વકીલ કનુભાઈ બી. પટેલ દ્વારા ખેડૂત તરફેણમાં દલીલો કરતાં નામદાર કોર્ટે વળતર વધુ આપવાનો ચુકાદો આપ્યો હતો.

કોર્ટનો ચૂકાદો છતાં પણ કાર્યપાલ ઈજનેર જાહેર બાંધકામ વિભાગ રાજપીપલા દ્વારા ખેડૂતને કોઈ વળતળ ચૂકવાયું નહોતું. જેથી પોતાના વકીલ મારફાતે ખેડૂતે નામદાર કોર્ટને જાણ કરતા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ કોર્ટ જજ એસ.આઈ.તારાણીએ કાર્યપાલ ઈજનેર જાહેર બાંધકામ વિભાગ રાજપીપલાની કચેરીની કુલ 7 ખુરશીઓ જપ્ત કરી લીધી હતી. અત્રે ઉલ્લેખની અગાઉ આજ કચેરી ના એક ચિત્રવાડી ના ખેડૂત શશીકાંત પટેલ ના વળતર માટે નાનાં ના ચુકવતા કોર્ટે કોમ્પ્યુટરો જપ્ત કરી લીધા હતા.

LEAVE A REPLY