Connect Gujarat
Featured

રાજયસભાની ચુંટણીના પરિણામ : વાંચો કયાં રાજયમાં કયાં ઉમેદવાર જીત્યાં

રાજયસભાની ચુંટણીના પરિણામ : વાંચો કયાં રાજયમાં કયાં ઉમેદવાર જીત્યાં
X

દેશના આઠ રાજયોમાં શુક્રવારના રોજ રાજયસભાની 19 બેઠકો માટે ચુંટણી યોજાઇ હતી. સાંજે 5 વાગ્યાથી મતોની ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમાં કેટલાક રાજયોમાંથી પરિણામ સામે આવી રહયાં છે.

મધ્યપ્રદેશમાં સત્તા પરિવર્તન બાદ પ્રથમ ચુંટણી રાજયસભાની યોજાઇ છે. મધ્યપ્રદેશની 3માંથી 2 સીટ ભાજપને મળી છે જ્યારે એક સીટ કોંગ્રેસને મળી છે. ભાજપના જ્યોતિરાદિત્ય સિંધિયા અને સુમેરસિંહ જીત્યા છે. કોંગ્રેસ તરફથી દિગ્વિજયસિંહને જીત મળી છે. રાજસ્થાનમાં પણ રાજયસભાની ચૂંટણી પણ રસપ્રદ બની હતી. રાજસ્થાનની 3માંથી 2 સીટ કોંગ્રેસને મળી છે. કોંગ્રેસ પાર્ટીના કેસી વેણુગોપાલ અને નીરજ ડાંગી જીત્યા છે. રાજસ્થાનમાં ભાજપના રાજેન્દ્ર ગેહલોતને જીત મળી છે. આંધ્રપ્રદેશની 4 બેઠકો પર મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીની પાર્ટી વાયએસઆર કોંગ્રેસને જીત મળી છે. 10 રાજ્યોની 24 રાજ્યસભા સીટ પર ચૂંટણી થવાની હતી પરંતુ 2 રાજ્યની 5 સીટો પર કોઇ પણ પ્રકારના વિરોધ વિના ઉમેદવારોની પસંદગી થઇ હતી. તેથી 19 બેઠકો પર વોટિંગ થયું હતું. ગુજરાતની રાજયસભાની ચાર બેઠકોની મતગણતરી દરમિયાન કોંગ્રેસે ભાજપના બે ધારાસભ્યોના મત રદ કરવાની અરજી કરતાં મત ગણતરીમાં વિલંબ થઇ રહયો છે.

Next Story
Share it