Connect Gujarat
Featured

રણબીર કપૂરે તેના કાકા રાજીવ કપૂરને અંતિમ વિદાય આપી

રણબીર કપૂરે તેના કાકા રાજીવ કપૂરને અંતિમ વિદાય આપી
X

કપૂર પરિવારમાં શોકના સમયે અભિનેતા રણબીર કપૂર પરિવારનું દુખ વહેંચવામાં સૌથી આગાળ આવ્યા. તેના કાકા અને અભિનેતા રાજીવ કપૂરના અવસાન પછી રણબીર કપૂર ચેમ્બુર સ્થિત તેમના ઘરે પહોંચનારો પહેલો વ્યક્તિ હતો. જે તેની માતા નીતુ સિંહ સાથે અંતિમ દર્શન કરવા ત્યાં પહોંચ્યો હતો.

સાંજે 6.45 વાગ્યે રાજીવ કપૂરના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે દેવનાર કોટેજથી ચેમ્બુરના સ્મશાનમાં લાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે, રણબીર કપૂરે એમ્બ્યુલન્સથી લાવવામાં આવેલા તેના કાકા રાજીવ કપૂરની મૃતદેહને ખભો આપી અને સ્મશાનગૃહમાં લઈ ગયા. રણબીરના પરિવારના વધુ બે સભ્યો - આધાર જૈન અને અરમાન જૈન પણ સાથે હતા. તે જ સમયે રાજીવ કપૂરનો મોટો ભાઈ રણધીર કપૂર અંતિમયાત્રા સમયે મૃતદેહની આગળ ચાલતા જોવા મળ્યા.

સાંજે 7.15 થી 7.30ની વચ્ચે રાજીવ કપૂરનો મૃતદેહ પાંચ તત્વોમાં ભળી ગયો. તેના મૃતદેહનો અંતિમ સંસ્કાર ચેમ્બુરના ઇલેક્ટ્રિક સ્મશાનગૃહમાં કરવામાં આવ્યો હતો, જેમાં પસંદગીના પરિવારના સભ્યો અને નજીકના લોકો હતા.

અંતિમ દર્શન માટે રણબીર કપૂર, નીતુ સિંહ, કરિશ્મા કપૂર અને તેની માતા બબીતા, આલિયા ભટ્ટ, રઝા મુરાદ, આશુતોષ ગોવારિકર, સોનાલી બેન્દ્રે, નીલ નીતિન મુકેશ, અનિલ અંબાણી, ચંકી પાંડે, પ્રેમ ચોપડા અનેક હસ્તીઓ પહોચી હતી.

કપૂર પરિવારને સાંત્વના આપવા માટે શાહરૂખ ખાન પણ સાંજે 5 વાગ્યાની આસપાસ 'દિયોનાર કોટેજ' પહોંચ્યો હતો. રાજીવ કપૂરનો મૃતદેહ એમ્બ્યુલન્સમાં લઈ જાવામાં આવ્યો ત્યાં સુધી શાહરૂખ ખાન ત્યાં હાજર હતો અને મૃતદેહને લઈ જતા તે એમ્બ્યુલન્સમાં ગયો અને તેને અંતિમ વિદાય આપી.

નોંધનીય છે કે 58 વર્ષીય રાજીવ કપૂરનું મંગળવારે બપોરે હાર્ટ એટેક બાદ નિધન થયું હતું. ચેમ્બુર વિસ્તારની ઇનલેક્સ હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં જ ડોકટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા

Next Story