ભરૂચ કલેકટરાલય ખાતે ઉપસ્થીત હિંન્દુ મહિલાઓએ પોતાનો આક્રોસ કલેકટર સમક્ષ વ્યકત કરતા જણાવ્યું કે DSP માત્ર હવામાં તલવાર જ ફેરવે છે જેથી તેમને આ બંગડીઓ પહેરાવો કે જેમની બેદરકારીના કારણે કેટલાક અસામાજિક તત્વોએ અમારી આંખોની સામે જ પત્થરમારો કર્યો હતો.
ભારતમાં કાશી પછીનું સૌથી જૂની નગરી ભરૂચમાં આશરે ૨૦૦ વર્ષ ઉપરાંતથી અષાઢી બીજ ના દિવસે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ફૂરજા વિસ્તારમાં હિંદુઓ દ્વારા કાઢવામાં આવે છે.જે હંમેશા એકતા અને ભાઇચારાથી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય છે. તા.૪થીના રોજ નીકળેલ ૨૫૩મી રથયાત્રા દરમિયાન આ યાત્રા ફૂરજાથી પરંપરાગત રીતે નીકળી હતી જે ચારરસ્તા ઢાળ ઉપર આવતા જ કેટલાક અસામાજીક તત્વો દ્વારા તેના ઉપર કાંકરીચાળો કરી પત્થર મારો કર્યો હતો. આ સમગ્ર ઘટનાને પોલીસની નિષ્કાળજી ગણાવી કસુરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ તેમણે કરી હતી. તેમજ કલેકટરની ઓફીસમાં જ “હાય રે પોલીસ હાય હાય”ના નારા લગાવી મહિલાઓએ તેમની બંગડીઓ કાઢી જિલ્લા કલેકટરને આપી કહ્યું કે આ બંગડીઓ DSPને પહેરાવો કે જેઓની બેદરકારીથી ભરૂચના ધાર્મિક પ્રસંગે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કેટલાક અસામાજિક તત્વો કરે છે તેમ મહિલાઓએ કહી આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ સાથે પોલીસ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો હતો.