Connect Gujarat
વાનગીઓ 

શિયાળા દરમિયાન ખાઓ આ હેલ્ધી અને સ્વાદિષ્ટ તલના લાડુ, ઘરે જ બનાવો આ વાનગી

શિયાળામાં ખાસ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી વાનગી ખાવાનું પાસનદ કરવામાં આવે છે,

શિયાળા દરમિયાન ખાઓ આ હેલ્ધી અને સ્વાદિષ્ટ તલના લાડુ, ઘરે જ બનાવો આ વાનગી
X

શિયાળામાં ખાસ કરીને શરીરને સ્વસ્થ રાખવા માટે હેલ્ધી વાનગી ખાવાનું પાસનદ કરવામાં આવે છે, અને આ ઠંડીની ઋતુમાં શરીરને ગરમ રાખવા માટે તલની હેલ્ધી વાનગી ખાવાની સલાહ આપવામાં આવે છે. અને ખાસ કરીને તલ, ગોળ આયુર્વેદિક વસણા નાખીને તેનો ઉપયોગ કરીને તમે ઘરે સ્વાદિષ્ટ લાડુ બનાવી શકો છો. જે શિયાળામાં ખાવાનો સ્વાદ વધારશે. અને સ્વાસ્થયને પણ ફાયદો થાય છે.

તલના લાડુ બનાવવા માટેની સામગ્રી :-

1 કપ ગોળ, 1 ચમચી એલચી પાવડર, અડધો કપ તલ, 2 ટેબલસ્પૂન ઘી, 3 કપ પાણી

તલના લાડુ બનાવવા માટેની રીત :-

સૌ પ્રથમ તલના લાડુ બનાવવા માટે એક મોટી તપેલીમાં 1-2 કપ પાણી ઉકાળો, પછી તેમાં ગોળ ઉમેરો, સારી રીતે ઓગળી જવા દો.ચાસણી તૈયાર થાય એટલે ગેસ બંધ કરી દો. હવે એક પેન ગરમ કરો અને તેમાં ઘી નાખો. જ્યારે તે પીગળી જાય ત્યારે તલને શેકી લો. ગોળની ચાસણીમાં શેકેલા તલ નાખો, પછી તેમાં એલચી પાવડર મિક્સ કરો. એલચી પાઉડર જરૂર પડે તો જ નાખવો તે ઓપ્શનમાં છે. આ મિશ્રણમાંથી ગોળ લાડુ બનાવો. શિયાળામાં તલના સ્વાદિષ્ટ લાડુની મજા કાઇક અલગ જ હોય છે.

Next Story