Connect Gujarat
વાનગીઓ 

પાલકના શાકને આપો નવો ટ્વિસ્ટ, જાણો કેવી રીતે બનાવશો

સ્વાદ અને હેલ્થ બંનેનો સંગમ એવી પાલક અને મગની દાળનું શાક એક અલગ જ હેલ્ધી રેસિપિ છે. તો તમે પણ આજે જ રી લેજો ટ્રાય

પાલકના શાકને આપો નવો ટ્વિસ્ટ, જાણો કેવી રીતે બનાવશો
X

સ્વાદ અને હેલ્થ બંનેનો સંગમ એવી પાલક અને મગની દાળનું શાક એક અલગ જ હેલ્ધી રેસિપિ છે. તો તમે પણ આજે જ રી લેજો ટ્રાય

પાલકના શાકની સામગ્રી :-

એક ગડી પાલક, એક મોટી ડુંગળી, લસણ, બે ટીસ્પૂન આદુંની પેસ્ટ, બે મિડિયમ ટામેટાં, એક નાની વાટકી દૂધ, સો ગ્રામ વટાણા, બે નંગ બટાકાં, એક નંગ રીંગણ, સિત્તેર ગ્રામ મગની દાળ , એક ચમચી ખાંડ, મીઠું સ્વાદ મુજબ, તેલ એક ટીસ્પૂન અને મરચું, ધાણાજીરું, હળદર જરૂર મુજબ .

પાલકનું શાક બનાવાની રીત :-

પાલકને સાફ કરી તેને બોઇલ્ડ કરવું. બોઇલ્ડ કરતી વખતે એક ચમચી ખાંડ અને એક નાની વાટકી દૂધ નાખવું. કડાઇમાં એક ટેબલસ્પૂન તેલ, જીરુ અને આદુલસણની પેસ્ટ નાખવી. ઝીણી સમારી ડુંગળી સાંતળો. એમાં ટામેટું છીણી નાખો. હળદર, જરૂર મુજબ મરચું, મીઠું અને ધાણાજીરું નાખવું. ઉકાળેલી પાલક મિકસરમાં ક્રશ કરી તૈયાર કરેલી ગ્રેવીમાં નાખી દો. બીજી બાજુ મગની દાળને રાઇ, હીંગ, હળદર અને મીઠું નાખી ચઢવા દેવી. દાળ ચઢી જાય પછી તેમાં તૈયાર કરેલી ગ્રેવીમાં મિકસ કરી દેવી. તેમાં બાફેલા વટાણાં, રીંગણ, બટાકા બધું ઉમેરી દેવું. ન્યૂટ્રીશ્યિન દાળ તૈયાર થઇ જશે.

Next Story