Connect Gujarat
વાનગીઓ 

માત્ર 10 જ મિનિટમાં બનાવો ગોળ અને નારિયેળની બરફી

શિયાળામાં એકદમ સરળ સ્ટેપ્સમાં બનાવો ગોળ અને નારિયેળની બરફી, તલ-ગોળનું કચરિયું, મેથીના લાડુ, ગુંદના લાડુ, ચિક્કી, અડદિયા પાક કેવી અનેક વસ્તુઓ ઘરમાં બનાવવામાં આવતી જ હોય છે.

માત્ર 10 જ મિનિટમાં બનાવો ગોળ અને નારિયેળની બરફી
X

શિયાળો આવતાં જ જાણે અવનવું ખાવાની સિઝન આવી ગઈ. તલ-ગોળનું કચરિયું, મેથીના લાડુ, ગુંદના લાડુ, ચિક્કી, અડદિયા પાક કેવી અનેક વસ્તુઓ ઘરમાં બનાવવામાં આવતી જ હોય છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ એક નવી જ મિઠાઈ. જે હેલ્ધી તો હોય છે, સાથે-સાથે માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જશે.

ગોળ નારિયેળની બરફી

સામગ્રી

- 3 કપ- નારિયેળ (છીણેલુ)

- 2 કપ- ગોળ (પીસેલો)

- 4 ચમચી- ઘી

- 4- ઈલાયચી

બનાવવાની રીત

  • ગોળ અને નારિયેળની બરફી બનાવવા માટે સૌથી પહેલાં નારિયેળને છીણી લો.
  • હવે ધીમી આંચે નોન-સ્ટિક પેન ગરમ કરવા મૂકો અને તેમાં બે ચમચી ઘી નાખી તેમાં છીણેલું નારિયેળ નાખો અને તેને શેકી લો.
  • નારિયેળમાંથી સુગંધ આવવા લાગે એટલે ગેસની આંચ બંધ કરી દો અને તેને એક બાઉલમાં કાઢી લો.
  • હવે ગોળને નાના ટુકડા કરી દો. ધીમી આંચે પેન ગરમ કરો. ત્યારબાદ તેમાં 2 ચમચી ઘી ગરમ કરો અને તેમાં ગોળ નાખો.
  • ગોળને સતત હલાવતા રહો, જેથી નીચે ચોંટે નહીં. હવે તેમાં ઈલાયચી નાખો અને છીણેલું નારિયેળ નાખી બરાબર મિક્સ કરી દો.
  • લગભગ 5 મિનિટ સુધી તેને ચડાવી લો. હવે તેને ઘીથી ગ્રીસ કરેલ થાળીમાં નાખો. અને તમારો મનગમતો આકાર કાપો.
  • મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને થાળીમાંથી કાઢીને સર્વ કરો. હવે આ બરફીને કાચની બરણીમાં ભરો. તે કાચની બરણીમાં લાંબા સમય સુધી બગડશે નહીં.
Next Story