RPF એ વડોદરા ખાતે DRM ક્રિકેટ કપ જીત્યો
BY Connect Gujarat16 Dec 2016 7:27 AM GMT

X
Connect Gujarat16 Dec 2016 7:27 AM GMT
પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝન દ્વારા આંતર વિભાગીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રેલવેના વિવિધ વિભાગોએ ભાગ લીધો હતો.
આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ RPFની ટીમ સંચાલન વિભાગની ટિમ વચ્ચે રમાઈ હતી. જેમાં RPFની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 159 રન ફટકાર્યા હતા. ત્યારબાદ સંચાલન વિભાગની ટિમ 7 વિકેટ ગુમાવીને માત્ર 146 રન જ બનાવી શકી હતી.
આમ આ ફાઇનલમાં RPFની ટીમે 14 રને જીત હાંસલ કરી DRM ટ્રોફી પોતાના નામે કરી હતી.
આ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચની ટ્રોફી રાજ સિંઘને એનાયત કરવામાં હતી
Next Story