Connect Gujarat
Featured

જનહિતના કામોને અગ્રતા આપવાના ધ્યેંય સાથે વલસાડ જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળતા આર.આર.રાવલ

જનહિતના કામોને અગ્રતા આપવાના ધ્યેંય સાથે વલસાડ જિલ્લા કલેકટર તરીકેનો પદભાર સંભાળતા આર.આર.રાવલ
X

ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા આર.આર.રાવલની બઢતીથી વલસાડ જિલ્લા કલેકટર તરીકે નિયુકત કરાતાં તેમણે જનહિતના કામોને અગ્રતા આપવાના ધ્‍યેય સાથે જિલ્લાનો પદભાર સંભાળી લીધો છે.

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઉનાવાના વતની આર.આર.રાવલ બી.કોમ., એલ.એલ.બી.ની ડીગ્રી ઉપરાંત નેધરલેન્‍ડ ખાતે પોસ્‍ટ ગ્રેજયુએટ ડીપ્‍લોમા ઇન પબ્‍લિક પોલીસી એન્‍ડ ડેમોક્રેટાઇઝેશનની પદવી પણ મેળવી ચૂકયા છે. આર.આર.રાવલ ૨૦૦૯ની બેચના સનદી અધિકારી છે. તેઓ દેવભૂમિ દ્વારકા ખાતે પણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી ચૂકયા છે. ગાંધીનગર જિલ્લામાં કોરાના મહામારીમાં આરોગ્‍ય સેવા સુંદર રહે તે માટે આર.આર.રાવલે ભારે જહેમત ઉઠાવી છે. તેઓ એર કન્‍ડિશન ચેમ્‍બરમાં બેસીને વહીવટ કરવાને બદલે સતત ફિલ્‍ડમાં જઇને કામ કરનારા ઉપરાંત વર્તમાન પરિસ્‍થિતિમાં જે અધિકારીઓ પોતાની ફરજ અત્‍યંત નિષ્‍ડાથી બજાવી રહયા છે, તેવા અધિકારી તરીકેની તેઓ છાપ ધરાવે છે.

Next Story