Connect Gujarat
Featured

સાબરકાંઠા: બટાકાના પાક માટે પણ સરકાર ટેકાના ભાવ જાહેર કરે એવી ખેડૂતોની માંગ, જુઓ શું છે કારણ

સાબરકાંઠા: બટાકાના પાક માટે પણ સરકાર ટેકાના ભાવ જાહેર કરે એવી ખેડૂતોની માંગ, જુઓ શું છે કારણ
X

સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં આ વર્ષે બટાકાનો ભાવ અચાનક ગગડી જતાં ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.જોકે સ્થાનિક ખેડૂતોની માંગ છે કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગથી બટાકાની ખેતી સફળ બની રહે છે પરંતુ સરકાર બટાકામાં પણ ચોક્કસ ભાવ નક્કી કરે તો ખેડૂતોને પાયમાલ થતાં બચાવી શકાય છે.

બટાકાના પાક માટે સમગ્ર ઉત્તર ગુજરાત દેશભરમાં જાણીતું બન્યું છે ત્યારે આ વર્ષે અચાનક બટાકાનો ભાવ ગગડી જવાના પગલે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અંતર્ગત ખેડૂતોને આ વર્ષે રાહત મળી છે ત્યારે ખેડૂતોનું માનવું છે કે રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બટાકાના ટેકાના ભાવ નક્કી કરે તો ખેતીમાં થતું નુકશાન અટકાવી શકાય તેમ છે.

એક તરફ મોંઘાદાટ બિયારણ તેમજ મજૂરી ખર્ચ પ્રતિ દિન વધી રહ્યો છે ત્યારે બટાકાનું ઉત્પાદન તેમજ આવકનું સ્તર દિનપ્રતિદિન ઘટી રહ્યું છે ગત વર્ષે બટાટાના વિપુલ ઉત્પાદનની સાથોસાથ તેજીનું માર્કેટ હોવાના પગલે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો હતો જો કે આ વર્ષે બટાકાના ભાવમાં અચાનક પૂર્ણ આવતા ખેડૂતો ને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે.

એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના સરકારના પ્રયાસોની સાથો સાથ ટેકાના ભાવ નક્કી કરાય તો આગામી સમયમાં ખેડૂત સધ્ધર બની શકે તે ચોક્કસ છે કે વર્તમાન સમય ખેડૂતો માટે બટાકાનો વટ નુકશાનીનું બની રહ્યું છે એક તરફ આવક કરતાં ખર્ચ વધી રહ્યો છે તો દિન-પ્રતિદિન બટાકાના ભાવ ઘટી રહ્યા છે જેના પૈકી કેટલાક ખેડૂતો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવા માટે જાય ત્યારે સ્ટોરેજમા પણ લાંબી કતારો લાગે છે. બટાકાના પાકના ભાવોમાં અસ્થિરતા હોવાના પગલે આગામી સમયમાં સરકાર દ્વારા બટાકા માટે પણ ટેકાના ભાવો જાહેર કરાય તેવી સ્થિતિ સર્જાઈ છે.

Next Story