સાબરકાંઠા : માસ્ક વિના ફરતા લોકો સામે ઇડર પોલીસની કડક કાર્યવાહી, રૂ. 1-1 હજારનો દંડ વસુલ કરાયો

New Update
સાબરકાંઠા : માસ્ક વિના ફરતા લોકો સામે ઇડર પોલીસની કડક કાર્યવાહી, રૂ. 1-1 હજારનો દંડ વસુલ કરાયો

સાબરકાંઠા જિલ્લાના ઇડર શહેરમાં માસ્ક વિના ફરતા લોકો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

publive-image

કોરોનાનુ સંક્રમણ દિવસેને દિવસે વધુ ફેલાઈ રહ્યું છે, ત્યારે ઈડર શહેરમાં કોરાનાનુ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે ઈડર પોલીસ સ્ટેશનના પી.આઈ., પી.એસ.આઈ. તેમજ ઈડર પોલીસ સ્ટાફ દ્વારા બસ સ્ટેશન નજીક ગાઈડલાઇનના જાહેરનામાનો ભંગ કરનારા વાહનચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં માસ્ક વિનાના 20 લોકો પાસેથી 1-1 હજાર રૂપિયાનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. વધુમાં જે બાઈક પર ત્રણ સવારી હોય તેની સામે પણ કલમ 188 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી 4 જેટલા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ રીતે શહેરમાં વધતા કોરોના સંક્રમણને અટકાવવા ઈડર પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Latest Stories