સાબરકાંઠા : મોતની છત નિચે ભાવી પેઢીનું ભણતર, પ્રાંતિજની મોયદ પ્રાથમિક શાળાને કરાઇ છે નોનયુઝ જાહેર

0
Independence Day

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મોયદ ખાતે આવેલ શ્રી મોયદ નાથાજી ગુજરાતી પ્રાથમિક શાળાના બાળકો મોતના મુખમાં ભણતર લઇ રહ્યાં હોય તેમ લાગી રહ્યું છે. તો શાળાને છેલ્લા એક વર્ષથી નોન યુઝ જાહેર કર્યા બાદ પણ બાળકો જીવના જોખમે ભણતર મેળવે છે.

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના મોયદ ગામ ખાતે આવેલ શ્રી મોયદ નાથાજી પ્રાથમિક શાળાને છેલ્લા એક વર્ષથી નોનયુઝ જાહેર કરવામાં આવી છે. અને શાળાનો એક વર્ગખંડ તો જમીનદોષ કરી દેવામાં આવ્યો છે. તો હાલ શાળામાં બે વર્ગખંડ તથા એક સિનટેશનો રૂમ આવેલ છે. જેમાં બન્ને વર્ગખંડબ તથા સિનટેશ રૂમને પણ નોનયુઝ જાહેર કર્યા છે, તો શાળામાં આવેલ બન્ને રૂમની હાલત દયનીય છે. દિવાલો ઉપર ચારેય બાજુ જયા જુઓ ત્યાં ઉપરથી નીચે સુધી મોટી મોટી તિરાડો જોવા મળે છે, તો ધાબાની છત ઉપરથી અવારનવાર ચાલુ શાળાએ પોપડા પડે છે. છત ઉપર સળીયા પણ દેખાય છે અને સળીયા પણ કોહવાઈ ગયા છે. તો ચોમાસામાં તો અહી રૂમોમાં પાણી પડે છે, તો શાળામાં બનાવેલ સિનટેશ રૂમની પણ હાલત દયનીય છે.

શ્રી મોયદ નાથાજી પ્રાથમિક શાળાના શિક્ષિકો દ્વારા શાળામાં ૧થી ૫ ધોરણમાં અભ્યાસ કરતાં ૬૪ જેટલા બાળકોને આ છત નીચે ભણાવે છે, શાળામાં ગમે ત્યારે અકસ્માત સર્જાય શકે છે તેવુ શાળાના શિક્ષિકો તથા તંત્રને જાણ હોવા છતાં હાલ તો આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જર્જરિત શાળા માટે કોઇ અન્ય જગ્યાએ કે કોઇ બીજી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવતી નથી. આ અંગે શાળાના મુખ્ય શિક્ષિકા તથા શાળાના શિક્ષિકોને પુછતાં તેઓએ કેમેરા સામે આવવાની કે કઇ પણ બોલવાની ના પાડી હતી. હાલ તો આ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ૬૪ બાળકો પોતાના જીવના જોખમે ભણતર લઇ રહ્યાં છે, ત્યારે વહેલી તકે આ અંગે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here