Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા: બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી શરૂ, વિપત્તિગ્રસ્ત કોરોનાના કારણે તમામ મૂલ્યાંકન કેન્દ્રોને કરાયા સેનેટાઇઝ

સાબરકાંઠા: બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીની ચકાસણી શરૂ, વિપત્તિગ્રસ્ત કોરોનાના કારણે તમામ મૂલ્યાંકન કેન્દ્રોને કરાયા સેનેટાઇઝ
X

ગુજરાત માધ્યમિક અને

ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ ૧૦ અને ૧૨ની પરિક્ષા

લેવામાં આવી હતી. પરંતુ કોરોના વાયરસની વિપત્તિગ્રસ્ત પરિસ્થિતિને સમગ્ર દેશમાં

લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હોવાથી ઉત્તરવહી ચકાસણીનું કાર્ય સ્થગિત કરવામાં

આવ્યું હતું, ત્યારે ઉત્તરવહી ચકાસણીનું માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિર્ણય મુજબ

તા. 16 એપ્રિલથી શરૂ કરવામાં આવ્યું છે. હાલ જિલ્લામાં 6 જેટલા મુલ્યાંકન

કેન્દ્રોમાં 642 જેટલા શિક્ષકો દ્વારા ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી

છે.

લોકડાઉનના નિયમનું

પાલન થાય અને સોશ્યિલ ડીસ્ટન્સીંગ જળવાઈ રહે તે માટે શિક્ષકોને ટીમ વાઈઝ ઉત્તરવહી

ચકાસવાની કામગીરી સોંપવામાં આવી છે. ધોરણ 10 અને 12ની 1,37,600 જેટલી ઉત્તરવહીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. જેમાં એક ટીમમાં 5 શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ એક વર્ગખંડમાં બ2

ટીમ એટલે કે, 10 શિક્ષકો સામાજિક અંતર રાખીને મૂલ્યાંકન

કરશે. જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતુ કે, કોરોના વાયરસની ગંભીરતાને ધ્યાનમાં

રાખીને દરેક શિક્ષકોના આરોગ્યની ચકાસણી કેન્દ્ર પર કરવામાં આવી છે. મુલ્યાંકન કેન્દ્રના દરેક વર્ગને સેનેટાઈઝ કરવામાં

આવ્યા છે. શિક્ષકોને ટીમ વચ્ચે સેનેટાઈઝરની સુવિધા આપવામાં આવી છે. તેમજ ફરજિયાત

માસ્ક પહેરવા અંગે પણ સુચના

આપવામાં આવી છે.

Next Story