Connect Gujarat
Featured

સાબરકાંઠા: પોસ્ટમેનનની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીને સરકારી નોકરીના ઇન્ટરવ્યૂ માટેનો લેટર ન મળ્યો,પછી શું થયું જુઓ

સાબરકાંઠા: પોસ્ટમેનનની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીને સરકારી નોકરીના ઇન્ટરવ્યૂ માટેનો લેટર ન મળ્યો,પછી શું થયું જુઓ
X

સાબરકાંઠાના વિજયનગરના ચંદવાસના પોસ્ટમેનનની બેદરકારીને કારણે વિદ્યાર્થિનીને સમયસર ઇન્ટરવ્યૂ લેટરના મળતાં છાત્રાને સરકારી નોકરી ગુમાવવનો વારો આવ્યાની લેખિત ફરિયાદ વિજયનગર પોસ્ટ માસ્ટરને કરવામાં આવી છે.

સાબરકાંઠાના વિજયનગરના ચંદવાસના પોસ્ટમેનનની બેદરકારીને કારણે એક વિધ્યાર્થીનીએ સરકારી નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે .દીકરીના પિતા કાવજી ચોળાવીયાએ વિજયનગર પોસ્ટ માસ્ટરને લખેલા પત્ર અનુસાર ભીમાજી સંગાથ ચંદવાસ પોસ્ટમેન તરીકે ફરજ બજાવે છે. જેણે તેમણી દિકરી રોશનાનો તા. 12-11-2020ના રોજનો ઇન્ટરવ્યૂ લેટર પરિવારને 23-11-2020ના રોજ આપતાં રોશનાબેન ઇન્ટરવ્યૂ તારીખે સમયસર ન પહોચી શકતાં શિક્ષિકાની સરકારી નોકરીથી વંચિત રહી ગયા હતા. આ અંગે તપાસ કરતાં ઇન્ટરવ્યૂ લેટર વિજયનગર પોસ્ટ ઓફિસમાંથી તા. 05-11-2020ના રોજ રવાના કરાયો હતો. જે પોસ્ટમેન ભીમાજીની બેદરકારી ને કારણે સમયસર નહીં મળ્યો હોવાના આક્ષેપ કરાયા છે આથી પોસ્ટ માસ્ટર વિરુદ્ધ પગલા ભરવા માંગ કરવામાં આવી છે.

વિજયનગર સબ પોસ્ટ માસ્ટર પી.આર.સાડાતને પૂછતા તેઓનું કહેવું છે કે પોસ્ટમેનની બેદરકારી અંગે કાર્યવાહી કરવાની સત્તા તેમનાં અધિકાર ક્ષેત્રની નથી અને આ બાબતે વડી કચેરીમાં જાણ કરાશે.

સરકારી નોકરી દરેકના નસીબમાં નથી હોતી પરંતુ પોસ્ટ વિભાગની ભૂલના કારણે આ દીકરીએ નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે સરકાર દીકરીને નોકરી મળે એ બાબતે કોઈ કામગીરી કરે એ જરૂરી છે.

Next Story