Connect Gujarat
ગુજરાત

શહેરાના ખાંડીયા ચોકડી નજીક સંતાડેલ પોસ ડોડાના છાલા સાથે પોલીસે બે વ્યક્તિની કરી ધરપકડ

શહેરાના ખાંડીયા ચોકડી નજીક સંતાડેલ પોસ ડોડાના છાલા સાથે પોલીસે બે વ્યક્તિની કરી ધરપકડ
X

હાલ તો રાજયભરમાં અનેક જાતના કૈફી દ્રવ્યોનો ધંધો કરતા લોકો ઉપર પોલીસ અને

નારકોટિક્સ વિભાગે સંકજો કસીને રેડ કરવાની શરૂઆત કરી હતી. જ્યારે આવી જ એક માહિતી

પંચમહાલ જીલ્લાના ગોધરા રેન્જ નાયબ પોલીસ મહા નિરીક્ષક એમ.એસ.ભરાડા, જિલ્લા પોલીસ વડા ડો. લીના પટેલ તથા એલ.સી.બી અને ગોધરા પોલીસના અધિકારીઓએ

બાતમીના આધારે શહેરા તાલુકાના ખાંડીયા ચોકડીથી બાહી ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં

અવાવરૂ જગ્યાએ સંતાડી રાખેલ પાંચ મીણીયા થેલામાં ભરેલા પોસ ડોડાના છાલાનો જથ્થો ૯૦

કિલો ૩૫૦ ગ્રામ કિંમત રૂપિયા ૫,૪૨,૧૦૦/- સાથે જયપ્રકાશ ઉર્ફે જય શહીરામ ડારા (બિસ્નોઈ) રહેવાસી ભિયાસર

ખેતોલાન નાડી પાસે તા.ફ્લોદી જી.જોધપુર રાજસ્થાન અને સુભાષ ઉર્ફે બુદ્ધરામ

(બિસ્નોઈ)રહેવાસી ભોજાસર તા.ફ્લોદી જી. જોધપુર રાજસ્થાનને ઝડપી લીધા હતા.

હાલ તો પોલીસ દ્વારા ડોડાના છાલાની હેરાફેરી કરવાના ઉપયોગ માટેની હુંન્ડાઈ

ક્રેટા કાર સહિત રૂપિયા ૧૦,૫૩,૯૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી બન્ને સામે એન.ડી.પી.એસ. એક્ટ ૧૫ મુજબ ગુનો

દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story