Connect Gujarat
દેશ

કોરોના વાયરસ સામેની લડાઈમાં સાનિયા મિર્ઝાનું 1.25 કરોડ રૂપિયાનું, મહાન ગાયિકા લતા મંગેશકરનું 25 લાખ રૂપિયાનું યોગદાન

કોરોના વાયરસ સામેની લડાઈમાં સાનિયા મિર્ઝાનું 1.25 કરોડ રૂપિયાનું, મહાન ગાયિકા લતા મંગેશકરનું 25 લાખ રૂપિયાનું યોગદાન
X

કોરોનાના કહેરના કારણે હજારો મધ્યમ વર્ગના લોકોને જીવન જરૂરિયાતની ચીજો મેળવવા તકલીફ પડી રહી છે. આ તકલીફોને ઓછી કરવા સરકાર જાગૃત લોકો પાસે સહાયની અપીલ કરી રહી છે. બોલીવુડના ઘણા સુપર સ્ટાર, ક્રિકેટર, સંગીત કલાકાર, અને કેટ કેટલા નેતાઓ તેમનાથી બની શકે તેટલી મદદ કરી રહ્યા છે. હાલમાં સાનિયા મિર્ઝાએ આ કોરોના વાઇરસ સામેની લડતમાં 1.25 કરોડ રૂપિયાની સહાય કરી છે. આ બાજુ મહાન ગાયિકા લતા મંગેશકરે પણ 25 લાખ રૂપિયાની સહાય કરી છે.

ભારતની સ્ટાર મહિલા ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝાએ કોરોના વાયરસ સામેની લડાઈ માટે 1.25 કરોડ રૂપિયાનો ફાળો એકત્ર કર્યો છે. તે આ રકમને જરૂરિયાતમંદ લોકો વચ્ચે ફાળવશે. સાનિયાનું માનવું છે કે 21 દિવસના લોકડાઉન દરમિયાન આટલી રકમથી લગભગ એક લાખ લોકોની મદદ કરી શકાશે. તેણે ટ્વિટર પર આ અંગેની જાણકારી આપી છે.સાનિયાએ પોતાના ટ્વીટમાં લખ્યુ્ં છે કે જરૂરિયાતમંજ લોકોને થોડી મદદ કરવા માટે અમે ગયા અઠવાડિયે એક ટીમ તરીકે પ્રયત્ન કર્યો. અમે હજારો પરિવારને ભોજન આપ્યું હતું અને એક અઠવાડિયામાં 1.25 કરોડ રૂપિયા જમા કર્યા કે જેનાથી એક લાખ લોકોની મદદ થઈ શકશે. આ એક પ્રયત્ન છે અને અમે બધા જ એક થઈને આવું કરી રહ્યા છીએ.

Next Story