જાણીતા ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમની હાલત ગંભીર

0

ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમને આગાવ 5 ઓગસ્ટના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવતા ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, તે સમયે તેમને કોરોનાનાં હળવાં લક્ષણો જ હતાં, અત્યારે તેમની તબિયત વધારે બગડતા તેમણે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. 13 ઓગસ્ટના મોડી રાત્રે બાલાસુબ્રમણ્યમની તબિયત વધારે ખરાબ થતા તેમણે ICUમાં લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. અને ડૉક્ટર્સની એક ટીમ સતત તેમનું ધ્યાન રાખી રહી છે.

5 ઓગસ્ટનાં એસ.પી.બાલાસુબ્રમણ્યનમાં કોરોનાના હળવા લક્ષણો હતા. જ્યારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે તેમણે હોમ આસોલેસનનાં બદલે હોસ્પિટલમાં જવાનું વિચાર્યું અને તેમણે 1 વીડિઓ બનાવ્યો હતો અને કહ્યું ટુ કે ચિંતાના કરો મને બે-ત્રણ દિવસથી છાતીમાં દુખાવો હતો મને થોડો કફ પણ છે પરંતુ તે સામાન્ય વાત છે. મને થોડો તાવ આવ્યો હતો. મેં વિચાર્યું કે હું હોસ્પિટલમાં જઈશ અને તેની તપાસ કરાવીશ. ત્યાં મને ખબર પડી કે મને કોરોનાનાં હળવા લક્ષણો છે. હોસ્પિટલે મને ઘરના એકાંતમાં રહેવાનું કહ્યું, પરંતુ મેં હોસ્પિટલમાં જોડાવાનું નક્કી કર્યું. મારા પરિવારને મારી ઘણી ચિંતા છે.

‘હોસ્પિટલમાં દાખલ થયા પછી, તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો. પરંતુ આજે અચાનક જ હોસ્પિટલ તરફથી કહેવામાં આવ્યું છે કે, તેમની સ્થિતિ ફરી નાજુક બની ગઈ છે. જે બાદ દરેક ચાહક તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here