ગાંધીનગર ખાતે કાર્યરત સ્નેક લવર્સ ક્લબ દ્વારા ખાસ પ્રકારની એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે

ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં સર્પ-બચાવની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સંસ્થા સ્નેકર્સ ક્લબ દ્વારા એક ખાત પ્રકારની મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવી છે. આ એપ્લિકેશન થકી લોકોને પોતાના ઘરમાં સાપ આવી જાય ત્યારે નજીકના સર્પ-બચાવનારનું નામ, સરનામું તથા ફોન નંબર મળી શકે તેવી સુવિધા એડ કરવામાં આવી છે.  તથા સર્પ અંગેની પ્રાથમિક માહિતી પણ મુકવામાં આવી છે. જેથી લોકો પણ સર્પની પ્રાથમિક ઓળખ કરી શકે.

સામાન્ય રીતે ચોમાસુ સિઝન હોય એટલે ઠેક ઠેકાણે સરિસૃપ જીવ જંદુ અને સાપ નીકળી આવતા હોય છે. ત્યારે સર્પ એ એક ઠંડા લોહી વાળું પ્રાણી છે. ત્યારે ઠંડા લોહી વાળા પ્રાણીઓ સ્વાભાવિક રીતે જ પોતાના શરીરના તાપમાનનાં નિયંત્રણ માટે બાહ્ય પરિબળોનો સહારો લેતા હોય છે. જેના કારણે શિયાળામાં તડકો, ઉનાળામાં ઠંડક તો અથવા ભીનાશ વાળી જગ્યા શોધતા હોય છે. એટલે જ શિયાળામાં ચાર મહિના મોટા ભાગે સર્પ પોતાના નિવાસ સ્થાને જ રહેતા હોય છે.

ચોમાસા દરમિયાન સર્પ લોકોનાં ઘરોમાં આવી ચઢતાં ગભરાટ અનુભવતા હોય છે. આવા સંજોગોમાં મોટા ભાગે લોકો સર્પને મારી નાંખતા હોય છે. જોકે હવે ગામડે ગામડે લોકો અને ખાસ કરીને ખેડૂતો પણ એન્ડ્રોઈડ ફોન વાપરતા થઈ ગયા છે. ત્યારે ગાંધીનગરથી સ્નેકર્સ ક્લબ ચલાવતા સભ્યો દ્વારા નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. તેમણે ખાસ પ્રકારની મોબાઈલ એપ્લિકેસન બનાવી છે. જેના થકી લોકોને જોવા મળતા સાપ અંગેની માહિતી તથા નજીકમાં રહેતા સ્નેક લવર્સ ક્લબનાં સભ્યનો કોન્ટેક્ટ નંબર મળી રહેશે. જેના થકી કોઈપણ પ્રકારના સર્પને રેસ્ક્યુ કરી શકાય અને તેને સલામત સ્થળે ખસેડી શકાય.

LEAVE A REPLY