Connect Gujarat
Featured

ભરૂચ: સોલાર મેન ઓફ ઈન્ડિયાથી જાણીતા પ્રાધ્યાપક ભરૂચના મહેમાન બન્યા, જુઓ શું છે તેમની વિશિષ્ટ કામગીરી

ભરૂચ: સોલાર મેન ઓફ ઈન્ડિયાથી જાણીતા પ્રાધ્યાપક ભરૂચના મહેમાન બન્યા, જુઓ શું છે તેમની વિશિષ્ટ કામગીરી
X

સોલાર મેન ઓફ ઈન્ડિયાથી જાણીતા પ્રાધ્યાપક ડો.ચેતન સોલંકી ભરૂચના મહેમાન બન્યા હતા તેઓ ઉર્જા સ્વરાજ યાત્રા હેઠળ ભારત ભ્રમણ પર નીકળ્યા છે ત્યારે સરકારી ઈજનેરી કોલેજ ખાતે તેઓનું વ્યાખ્યાન યોજાયું હતું.

સૌર ઊર્જાના પ્રચાર પ્રસાર અર્થે આઈ.આઈ.ટી.મુંબઈના ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જી સાયન્સ વિભાગના પ્રોફેસર ડો. ચેતન સોલંકી ઉર્જા સ્વરાજ યાત્રા હેઠળ ભારત ભ્રમણ પર નીકળ્યા છે ત્યારે આજરોજ તેઓ ભરૂચના મહેમાન બન્યા હતા. ભરૂચની સરકારી ઈજનેરી કોલેજ ખાતે તેઓનું વ્યાખ્યાન યોજાયું હતું. જેમાં તેઓએ ઉર્જા આત્મનિર્ભરતા માટે શૈક્ષણીક સંસ્થાઓની ભૂમિકા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું.

ડો ચેતન સોલંકીએ વર્ષ 2020થી આ યાત્રા શરૂ કરી છે અને 11 વર્ષ બાદ વર્ષ 2030માં તેની પૂર્ણાહુતિ થશે. ગાંધીજીના વિચારોથી પ્રેરાઈ તેઓ ગુજરાતમાં દાંડી કુચના રૂટ પર આ યાત્રા કરી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહ્યા છે. ડો.ચિંતન સોલંકીએ જણાવ્યુ હતું કે હાલમાં ગંભીર રીતે ક્લાઇમેન્ટ ચેન્જ થઈ ગયું છે અને ગ્લોબલ વોર્મિંગ પણ ચિંતાજનક સ્તરે પહોચ્યું છે ત્યારે આપણે રોજિંદા જીવનમાં કાર્બનના સ્ત્રોતનો ઉપયોગ કરીયે છે તેને છોડી સોલાર એનર્જીનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરી આપણે પર્યાવરણને બચાવી શકીશું.

Next Story