Connect Gujarat
Featured

ગીર સોમનાથ : સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોની ભીડ, કોરોનાનું ભાન ભૂલ્યા ભાવિકો

ગીર સોમનાથ : સોમનાથ દાદાના દર્શન કરવા ભક્તોની ભીડ, કોરોનાનું ભાન ભૂલ્યા ભાવિકો
X

કોરોના કાળ વચ્ચે ઉજવાય રહેલા દિવાળીના તહેવારની હર્ષભેર ઉજવણી થઈ રહી છે. વેકેશનમાં ભાવિકો મંદિરોના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલ પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. દરમિયાન ભાવિકોની ભીડથી અવ્યવસ્થા અને સામાજિક અંતરની મુશ્કેલીઓ સર્જાઈ હતી. કોવિડના સંકટને લઈને નિયમો જળવાઈ રહે તે જરૂરી છે.

નવા વર્ષમાં તમામ ધાર્મિક સ્થળો પર લોકોની ભીડ જોવા મળી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના ધાર્મિક સ્થળો પર ભાવિકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં મંદિરોના દર્શન કરવા માટે મંદિરમાં આજે ભાવિકોની લાંબી લાઇનો લાગી હતી. ભાવિકોનાં ઘસારાથી ધાર્મિક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા અને અવ્યવસ્થા સર્જાઇ હતી.

સોમનાથ મહાદેવ ખાતે દર્શનાર્થીઓની લાંબી લાઇન લાગી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો હતો. ભાવિકો પૈકી કેટલાક ભાવિકો માસ્ક વગર જોવા મળ્યા હતા. સોમનાથની બજારોમાં લોકોની ભારે ભીડ પણ જોવા મળી હતી. કોરોનાની તમામ ગાઇડ લાઇનનો ભંગ થતો જોવા મળ્યો હતો. મંદિરો ખોલવાની પરવાનગી નિયમોને આધીન આપવમાં આવી છે પરંતુ ત્યાંજ નિયમોનું ભંગ થાય છે. ત્યારે દિવાળી તહેવાર બાદ કોરોનાનો વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે. સરકાર અને તંત્ર તેનું કામ કરે છે પરંતુ લોકોએ પણ સમજવવાની જરૂર છે.અને સ્વેચ્છાએ નિયમો ફોલો કરે તે જરૂરી છે.

Next Story