/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-370.jpg)
આજે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ. ત્યારે સોમનાથ સહિત સમગ્ર વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સોમનાથ ખાતે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરના પટાગણમાં જિલ્લા મહોત્સવના યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં હજારો નો સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો આ તકે બિજ નિગમના ચેરમેન રાજસીભાઇ જોટવાએ દિપ પ્રાગટ્ય થી આ કાર્યક્રમનો શુભારંભ કર્યો હતો. તો ત્યાર બાદ સ્પોર્ટ તથા યોગ ક્ષેત્રે ખ્યાતી પામેલ યુવક-યુવતીઓને સન્માનીત કરવામાં આવેલ હતા. આ પ્રસંગે પુર્વ રાજ્યમંત્રી જશાભાઇ બારડ,પાલીકા પ્રમુખ મંજુલાબેન સુયાણી, શ્રી સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, ડિડિઓ રહેવર, અધિક કલેક્ટર એચ આર મોદી, ચીફ ઓફિસર જતિન વ્યાસ, મામલતદાર દેવ કુમાર આંબલીયા સહિત સ્થાનીક સામાજીક અગ્રણીઓ, વિવિધ કોલેજો-શાળા ના વિદ્યાર્થીઓ સહીત સૌ લોકોએ યોગ કર્યા હતા.