Connect Gujarat
દુનિયા

દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ત્રણ સપ્તાહ સુધી નજર ન આવતા, અનેક જાતની અફવાઓ વહેતી થઈ હતી

દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ત્રણ સપ્તાહ સુધી નજર ન આવતા, અનેક જાતની અફવાઓ વહેતી થઈ હતી
X

દક્ષિણ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન આટલા દિવસ કોઇની સમક્ષ ન આવતા જુદા જુદા તર્ક વહેતા થયા હતા. જાત જાત ની અફવાઓ દુનિયા ભરમાં વહેતી થઈ હતી. દક્ષિણ કોરિયાના એક અધિકારીએ દાવો કર્યો કે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ના તો કોઇ સર્જરી થઇ છે, ના તો કોઇ સારવાર થઇ છે. કિમ જોંગ ત્રણ સપ્તાહ સુધી ગાયબ રહ્યા અને પરિવારના એક મહત્વપૂર્ણ ફંકશનનો હિસ્સો ના બન્યા બાદ તેમના સ્વાસ્થ્યને લઇ કેટલીય અટકળો ચાલી હતી. કિમના બીમાર હોવાથી લઇ મોત સુધીની અફવાઓ ઉડી હતી.

દક્ષિણ કોરિયન સમાચાર આઉટલેટ યોનહાપના મતે એક અધિકારીએ કહ્યું કે સરકારને એ વાતનો ભરોસો છે કે કિમની કોઇ સર્જરી કે કોઇ સારવાર થઇ નથી. જો કે પોતાના નિવેદનની વચ્ચે કારણની સ્પષ્ટતા કરી નથી.

ઉત્તર કોરિયાએ ગયા શનિવારના રોજ કહ્યું હતું કે કિમ શુક્રવારના રોજ પ્યોંગયાંગની નજીક આવેલ બિયારણની ફેકટરીના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. 11 એપ્રિલ બાદ તેઓ પહેલી વખત જાહેરમાં આ રીતે દેખાયા હતા. કિમની વાયરલ થયેલી તસવીરોમાં તેઓ હસતા હતા અને પોતાના કર્મચારીઓ સાથે વાતચીત કરતાં દેખાઇ રહ્યા હતા.આપને જણાવી દઇએ કે આ પહેલી તક નથી જ્યારે કિમ લાંબા સમય સુધી જાહેરમાં દેખાયા નથી. આની પહેલાં પણ તેઓ વર્ષ 2014માં છ સપ્તાહ માટે ગુમ થયા હતા.

કિમ ઘણા દિવસ બાદ જાહેરાતમાં દેખાતા અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વીટ કરી લખ્યું હતું કે મને ખુશી છે કે તેઓ પાછા આવી ગયા છે અને સ્વસ્થ છે. આની પહેલાં ટ્રમ્પે કિમ અંગે પૂછવા પર તેમણે કોઇ જ સ્પષ્ટ માહિતી આપી નહોતી.

Next Story