Connect Gujarat
સ્પોર્ટ્સ

20 વર્ષના વેઇટલિફ્ટર અચિંતા શિયુલીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો ત્રીજો ગોલ્ડ મેડલ

વેઇટલિફ્ટર અચિંતા શિયુલીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો

20 વર્ષના વેઇટલિફ્ટર અચિંતા શિયુલીએ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો ત્રીજો ગોલ્ડ મેડલ
X

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય વેઈટલિફ્ટરે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતે અત્યાર સુધીમાં 6 મેડલ જીત્યા છે અને તમામ મેડલ વેઈટલિફ્ટિંગ ઈવેન્ટમાંથી જ આવ્યા છે. તેવામાં હવે વેઇટલિફ્ટર અચિંતા શિયુલીએ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારત માટે ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો છે.અચિંતા શિયુલીએ પુરૂષોની 73 કિગ્રા વર્ગમાં નવા રેકોર્ડ સાથે હરાવી.અચિંતા શિયુલીએ ગોલ્ડ મેડલ જીતતાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. કોમનવેલ્થ ગેમ્સમાં અચિંતા શિયુલીએ શરૂઆતથી જ શાનદાર રમત બતાવી હતી. વિરોધીઓ તેમની નજીક ટકી પણ શકતા ન હતા.

પશ્ચિમ બંગાળના 20 વર્ષીય અચિંતા શિયુલીએ સ્નેચમાં 143 કિલો વજન ઉપાડ્યું, જે એક નવો કોમનવેલ્થ ગેમ્સ રેકોર્ડ છે. અચિંત પહેલા આટલું વજન કોઈએ ઉપાડ્યું ન હતું. તેણે ક્લીન એન્ડ જર્કમાં 170 કિલો સહિત કુલ 313 કિગ્રા વજન ઉઠાવીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો હતો. તેના સારા પ્રદર્શનના આધારે તે ભારતને યલો ટેગ અપાવવામાં સફળ રહ્યો હતો.

Next Story