આંણદમાં આયોજિત ઓપન કરાટે ટુર્નામેન્ટ-2023માં ડાંગ જિલ્લાની 2 વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કર્યા...

કરાટે ટુ ફેડરેશન ગુજરાત દ્વારા આંણદ ખાતે ઓલ ગુજરાત ઓપન કરાટે ચે‌મ્પિયનશીપ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
આંણદમાં આયોજિત ઓપન કરાટે ટુર્નામેન્ટ-2023માં ડાંગ જિલ્લાની 2 વિદ્યાર્થીઓએ મેડલ પ્રાપ્ત કર્યા...

આ કરાટે ટુર્નામેન્ટમાં ડાંગ જિલ્લામાંથી 15 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં હેતલ જાદવે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ તેમજ દિપાલી આર. કે. જેમણે સિલ્વર મેડલ મેળવ્યો હતો.

કરાટે ટુ ફેડરેશન ગુજરાત કે જે, ગુજરાતની એકમાત્ર ગવર્નિંગ બોડી છે. જેની સાથે ડાંગ જિલ્લાની એકમાત્ર ગવર્નિંગ બોડી સ્પોર્ટ્સ કરાટે એશોસિએશન પણ સંકળાયેલ છે. જેમા ડાંગના ચેરમેન તેમજ નાયબ દંડક વ ધારાસભ્ય ‌વિજય પટેલ, અને પ્રમુખ વિજય રાઉતના સહયોગ અને માર્ગદર્શનથી ડાંગ જિલ્લાના બાળકો આજે રાજ્ય તેમજ નેશનલ કક્ષાએ સિદ્ધિઓ મેળવતાં થયાં છે. 

ખેલાડીઓની આ સિદ્ધિ બદલ તેઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Latest Stories