Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ 2022 ફાઇનલ, શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું.

દુબઈમાં રમાયેલા એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું

એશિયા કપ 2022 ફાઇનલ, શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું.
X

દુબઈમાં રમાયેલા એશિયા કપ 2022ની ફાઇનલમાં શ્રીલંકાએ પાકિસ્તાનને 23 રને હરાવ્યું હતું. ફાઈનલ મેચમાં શ્રીલંકાએ પહેલા રમતા 20 ઓવરમાં 170 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાનની ટીમ 147 રન જ બનાવી શકી હતી. શ્રીલંકાએ આઠ વર્ષ બાદ એશિયા કપનો ખિતાબ જીત્યો છે. આ સાથે શ્રીલંકાએ છઠ્ઠી વખત એશિયા કપનું ટાઈટલ જીત્યું છે. આ પહેલાં શ્રીલંકાએ વર્ષ 1986, 1997 2004, 2008, 2014માં પણ એશિયા કપ જીત્યો હતો.

વનિન્દુ હસરંગા અને ભાનુકા રાજપક્ષે શ્રીલંકાની આ ઝળહળતી જીતના હીરો હતા. હસરંગાએ બોલ અને બેટ બંનેમાં શાનદાર પ્રદર્શન કર્યું. હસરંગાએ પહેલાં 21 બોલમાં 36 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી અને પછી બોલીંગમાં પણ પોતાનો કમાલ બતાવતાં મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી. બીજી તરફ રાજપક્ષેએ 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ સાથે જ યુવા ઝડપી બોલર પ્રમોદ મધુશને પણ આ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 34 રનમાં 4 વિકેટ લીધી હતી.

આ દરમિયાન હસરંગાએ ફેંકેલી 17મી ઓવરમાં મેચની બાજી પલટાઈ ગઈ હતી. 17મી ઓવરમાં હસરંગાએ પાકિસ્તાનના ઓપનર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનને 55 રન પર આઉટ કર્યો હતો. ત્યાર બાદ આસિફ અલીને 0 રન પર અને ખુશદીલ શાહને 2 રન પર આઉટ કર્યો હતો. આમ હસરંગાએ શ્રીલંકાને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

Next Story