Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ 2022ની ફાઈનલ, શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો

આજે એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે

એશિયા કપ 2022ની ફાઈનલ, શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો
X

આજે એશિયા કપ 2022ની ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ પર વિશ્વભરના ક્રિકેટ ચાહકોની નજર રહેશે. શ્રીલંકાની ટીમ છઠ્ઠી વખત ટાઈટલ જીતવા મેદાન પર ઉતરશે જ્યારે પાકિસ્તાન ત્રીજી વખત ટ્રોફી જીતવાનો પ્રયાસ કરશે. શ્રીલંકાએ બે દિવસ પહેલા સુપર-ફોરની મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જેના કારણે તેનો ઉત્સાહ ઘણો ઊંચો છે.

આ મેચ 11 સપ્ટેમ્બર એટલે કે રવિવારે સાંજે 7.30 કલાકે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ પણ આ મેદાન પર જ રમાઈ હતી. અહીં શ્રીલંકાએ 18 બોલ બાકી રહેતાં પાકિસ્તાની ટીમ પર 5 વિકેટે જીત મેળવી હતી.

આ શાનદાર મેચનું સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની વિવિધ ચેનલો પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ પણ ઉપલબ્ધ રહેશે. આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ Disney + Hotstar એપ પર જોઈ શકાશે.

Next Story