Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયા કપ હૉકી 2022: ભારતે જાપાનને 1-0 થી હરાવી, જીત્યો બ્રૉન્ઝ મેડલ

પૂર્વ હૉકી દિગ્ગજ સરદાર સિંહને પહેલીવાર એક કૉચ તરીકે ટીમની કમાન સોંપવામાં આવી હતી.

એશિયા કપ હૉકી 2022: ભારતે જાપાનને 1-0 થી હરાવી, જીત્યો બ્રૉન્ઝ મેડલ
X

એશિયા કપમાં ભારતીય ટીમે ફરી એકવાર દબદબો યથાવત રાખ્યો છે. એશિયા કપ હૉકીના ત્રીજા અને ચોથા સ્થાન માટે આ સમય અત્યારે ભારત અને જાપાન વચ્ચે મેચ રમાઇ. આમાં ભારતે જાપાનને 1-0 થી હરાવીને બ્રૉન્ઝ મેડલ પોતાના નામે કરી લીધુ છે.

બીજીબાજુ મેલશિયા આજે સાંજે ગૉલ્ડ મેડલ માટે દક્ષિણ કોરિયા સામે રમશે. ગત ચેમ્પીયન ભારત આ વર્ષે એક યુવા ટીમની સાથે એશિયા કપ રમવા ઉતરી હતી. પૂર્વ હૉકી દિગ્ગજ સરદાર સિંહને પહેલીવાર એક કૉચ તરીકે ટીમની કમાન સોંપવામાં આવી હતી.

ભારત તરફથી પહેલો ગૉલ રાજકુમાર પૉલે ફટકાર્યો, પૉલે પહેલા ક્વાર્ટરની 7મી મિનીટમાં ગૉલ ફટકારીને ભારતને 1-0ની લીડ અપાવી હતી. આ પહેલા ભારત અને દક્ષિણ કોરિયાની વચ્ચે સુપર 4 સ્ટેજના છેલ્લા રાઉન્ડ રૉબિન લીગ મેચ 4-4 થી ડ્રૉ પર ખતમ થઇ હતી. આ મેચ ભારતીય ટીમ માટે ફાઇનલ માટે ખુબ મહત્વની હતી.

Next Story