Connect Gujarat
સ્પોર્ટ્સ

Asian Games 2023: ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં મેળવ્યું સ્થાન

Asian Games 2023: ભારતીય મહિલા ટીમે સેમિફાઇનલમાં મેળવ્યું સ્થાન
X

Asian Games 2023: આજે એશિયન ગેમ્સ 2023 માં મહિલા ક્રિકેટ ઈવેન્ટમાં ભારત અને મલેશિયા વચ્ચે મેચ રમાઈ હતી. આ ક્વાર્ટર ફાઈનલ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય મહિલા ટીમે હવે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. આ મેચમાં ભારતીય ઇનિંગ દરમિયાન પણ વરસાદમાં વિક્ષેપ પડ્યો હતો જેના કારણે મેચને 15-15 ઓવરની કરવામાં આવી હતી.

આ મેચમાં ભારતીય મહિલા ટીમે 15 ઓવરમાં 173 રન બનાવ્યા હતા. આ પછી મલેશિયાની ઇનિંગ્સમાં માત્ર 2 બોલ રમ્યા બાદ ભારે વરસાદને કારણે મેચ રોકી દેવામાં આવી હતી. વરસાદ ના અટકતા અમ્પાયરોએ મેચ રદ્દ કરવાનો નિર્ણય લીધો હતો. હવે ટીમ ઈન્ડિયા 24 સપ્ટેમ્બરે સેમિફાઈનલ મેચ રમવા મેદાનમાં ઉતરશે.

Next Story