Connect Gujarat
સ્પોર્ટ્સ

24 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પગ રાખ્યો, સ્ટીમ સ્મિથે શેર કરી તસ્વીર

24 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો છે. રવિવારે સવારે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા પાકિસ્તાન પહોંચી હતી

24 વર્ષ બાદ પાકિસ્તાનની ધરતી પર ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પગ રાખ્યો, સ્ટીમ સ્મિથે શેર કરી તસ્વીર
X

24 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમે પાકિસ્તાનની ધરતી પર પગ મૂક્યો છે. રવિવારે સવારે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમ ચાર્ટર્ડ પ્લેન દ્વારા પાકિસ્તાન પહોંચી હતી. 1998 બાદ આ પ્રથમ વખત છે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાનના પ્રવાસે પહોંચી છે. એટલા માટે જ આ પ્રવાસ ખૂબ જ ઐતિહાસિક છે. આ પ્રવાસને લઈને રોમાંચ છે. પાકિસ્તાનમાં ક્રિકેટ ફરી શરૂ થયા બાદ આ સૌથી મોટો પ્રવાસ છે. પાકિસ્તાન ક્રિકેટ માટે આ એક માઈલસ્ટોન છે.

સ્ટીવ સ્મિથે પાકિસ્તાન પહોંચેલી ઓસ્ટ્રેલિયન ટીમની પહેલી તસવીર શેર કરી છે.કાંગારૂ ટીમે પાકિસ્તાનમાં પૂર્ણ શ્રેણી રમવાની છે, જેમાં 3 ટેસ્ટ, 3 વન-ડે ઉપરાંત એક T20 મેચ રમવાની છે. ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણી પાકિસ્તાનના 3 શહેરો રાવલપિંડી, લાહોર અને કરાચીમાં રમવાની છે. પાકિસ્તાનમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ ચાલની ઝલક બેટ્સમેન સ્ટીવ સ્મિથના કેમેરામાંથી જોવા મળી હતી. પાકિસ્તાનમાં પ્લેન લેન્ડ થયા બાદ તેણે એક તસવીર શેર કરી છે, જેમાં ઓસ્ટ્રેલિયાના તમામ ખેલાડીઓ કોરોના નિયમોનું પાલન કરતા જોઈ શકાય છે. દરેક સીટ પર એક ખેલાડી બેઠો છે અને દરેકના ચહેરા પર માસ્ક છે. તો ખેલાડીઓને સુરક્ષા માટે ખાસ વાહનોનો ઉપયોગ કર્યાનુ દેખાઇ આવે છે.

Next Story