ઓલિમ્પિક્સમાંથી બજરંગ પુનિયા બહાર, સેમિફાઇનલમાં થયો પરાજય

New Update

કુસ્તીબાજ બજરંગ પુનિયાની સેમી ફાઇનલમાં હાર થઈ છે. આ સાથે પુનિયા મેડલની રેસમાંથી બહાર નીકળી ગયો છે. સેમિફાઇનલમાં અઝરબેઝાનના હાજી આલિએવે તેને હરાવ્યો હતો. અગાઉ બજરંગ પૂનિયાની ક્વાર્ટર ફાઈનલમાં જીત થઈ હતી. બજરંગ પૂનિયાએ ક્વાર્ટર ફાઈનલમાં ઇરાનના ખેલાડીને હરાવ્યો છે. હવે પુનિયાની જાપાનના ખેલાડી સાથે ફાઇનલમાં ટક્કર થશે. જાપાનના ટુકોટો ઓટોગુરુએ રશિયાના ખેલાડીને સેમિફાઇનલમાં હરાવ્યો હતો.

Advertisment

આ પહેલા બજરંગ પૂનિયાએ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ જીતી લીધી હતી. બજરંગ પૂનિયાને કિર્ગિસ્તાનના એર્નાઝર અકમતાલીવ તરફથી શાનદાર ટક્કર મળી અને મેચ 3-3થી ટાઈ થઈ. પરંતુ બજરંગ પૂનિયાએ બે પોઈન્ટનો દાવ લગાવ્યો અને તેની સાથે જ તેને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. જો બજરંગ તેની આગામી બંને મેચ જીતે તો ભારત માટે મેડલ કન્ફર્મ થઈ જશે.

ભારતીય મહિલા હોકી ટીમની બ્રિટેન સામે હાર થઈ છે. બ્રોન્ઝ મેડલ માટે રમાયેલી મેચમાં ભારતની 4-3થી હાર થઈ છે. આ સાથે જ ભારતના બ્રોન્ઝ મેડલ જીતવાની આશા પર પાણી ફરી વળ્યું છે.

Advertisment