Connect Gujarat
સ્પોર્ટ્સ

ભરૂચ: જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ પદે ફરી એક વાર ધારાસભ્ય દુષ્યંત પટેલની સર્વાનુમતે વરણી

ભરૂચ જિલ્લા એસો.ની વાર્ષીક સાધારણ સભા યોજાઇ

ભરૂચ: જિલ્લા ક્રિકેટ એસો.ના પ્રમુખ પદે ફરી એક વાર ધારાસભ્ય દુષ્યંત પટેલની સર્વાનુમતે વરણી
X

ભરૂચ જિલ્લા એશોસીએશનની વાર્ષીક સાધારણ સભા યોજાઇ હતી. આ સભામાં જિલ્લા ક્રિકેટ અંગે ભવિષ્યના આયોજન વિષે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત સભામાં દર વર્ષે ભરૂચમાં જે મહિલા અને પુરુષ ખેલાડીઑ રાજ્ય તરફથી સિલેક્ટ થયા છે તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વાર્ષિક સભામાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને આવતા 3 વર્ષ માટે ફરીવાર સર્વાનુમતે પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ દુષ્યંત પટેલે એશોસીએશનના તમામ સભ્યોને આવતા નવા વર્ષ માટે મહેનત કરી વધુમાં વધુ ખેલાડીઓ રાજ્ય તરફથી પસંદગી થાય તે માટે મહેનત કરવા સૂચન કર્યું હતું.

ભરૂચ જિલ્લા ક્રિકેટ એશોસીએશનની વાર્ષિક સભામાં પ્રમુખ તરીકે દુષ્યંત પટેલ, ઉપરમુખ તરીકે ઈસ્માઈલ મતાદાર, મનીષ નાયક, માનદ મંત્રી તરીકે ઇસટાક પઠાણ, સહ માનદ મંત્રી તરીકે ઝુલ્ફીકાર બાળા અને વિપુલ ઠક્કર, ટ્રેઝરર તરીકે કિર્તિ શાહ તથા અન્ય 12 સભ્યોને કારોબારી સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી હતી.

Next Story