Connect Gujarat
સ્પોર્ટ્સ

કોમનવેલ્થ ગેમ્સ : ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ જીત્યો ગોલ્ડ મેડલ

કોમનવેલ્થ ગેમ્સમાં આખરે ભારતે તેનો પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49 કિલો વેઈટ કેટેગરીમાં ટોટલ 202 કિલો વજન ઉપાડીને દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

કોમનવેલ્થ ગેમ્સ : ભારતને મળ્યો પહેલો ગોલ્ડ, વેટલિફ્ટિંગમાં મીરાબાઈ ચાનૂએ જીત્યો ગોલ્ડ મેડલ
X

કોમનવેલ્થ ગેમ્સમાં આખરે ભારતે તેનો પહેલો ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ 49 કિલો વેઈટ કેટેગરીમાં ટોટલ 202 કિલો વજન ઉપાડીને દેશને પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

ચાનૂએ સ્નેચમાં પહેલા પ્રયાસમાં 84 કિલો વેટ ઉઠાવ્યું ત્યાર બાદ બીજા પ્રયાસમાં તેમણે 88 કિલો વેટ ઉઠાવીને પોતાના અંગત બેસ્ટની બરોબરી કરી. ત્રીજા પ્રયાસમાં તેમણે 90કિલો વજન ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમાં સફળ ન રહ્યાં. મીરાબાઈ ચાનૂએ ક્લીન એન્ડ જર્કના તેમના પહેલા પ્રયાસમાં 109 કિલો વજન ઉપાડ્યું અને ગોલ્ડ મેડલ પાકકો કરી લીધો હતો. તેમણે બીજા પ્રયાસમાં 113 કિલો વેટ ઉઠાવ્યો હતો. ચાનૂએ ત્રીજા પ્રયાસમાં 114 કિલો વજન ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં તેઓ સફળ થઈ શક્યા નહોતા. આ રીતે તેમણે સ્નેચ અને ક્લીન એન્ડ જર્કની સાથે મળીને ટોટલ 201 કિલો વજન ઉઠાવ્યું હતું. મીરિસસની મેરી રનઈવોસોવાએ 172 કિલો વજનની સાથે સિલ્વર અને કેનેડાની હાના કામિંસ્કીએ 171 કિલો વજન ઉઠાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

Next Story