Connect Gujarat
સ્પોર્ટ્સ

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂકે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી લીધી નિવૃત્તિ

ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂકે ક્રિકેટના તમામ ફોર્મેટ માંથી લીધી નિવૃત્તિ
X

ઇંગ્લેન્ડના લીડીંગ ટેસ્ટ રન-સ્કોરર અને પોતાના સમયના ધાકડ બેટ્સમેનોમાના એક ખેલાડીએ પ્રોફેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન એલિસ્ટર કૂકે ક્રિકેટના તમામ ફોર્મેટને અલવિદા કહી દીધું છે. કુકે વર્ષોથી ઈંગ્લેન્ડ માટે બેટિંગની શરૂઆત કરી હતી. જો કે, તેણે સપ્ટેમ્બર 2018 માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે ઈંગ્લેન્ડની સ્થાનિક ક્રિકેટમાં રમી રહ્યો હતો. હવે 38 વર્ષની ઉંમરે તેણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. એલિસ્ટર કૂક ટેસ્ટ ફોર્મેટમાં દસ હજાર રન બનાવનાર ઈંગ્લેન્ડનો પ્રથમ બેટ્સમેન પણ છે.

ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન એલિસ્ટર કૂકે શુક્રવારે તમામ પ્રકારની વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. કુકની ગણતરી ઈંગ્લેન્ડના સૌથી અનુભવી ખેલાડીઓમાં થાય છે. તેના નામે આ રમતના ઘણા મોટા રેકોર્ડ પણ છે. 38 વર્ષીય ડાબોડી બેટ્સમેને 2018માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પરંતુ ત્યારથી તેણે એસેક્સ સાથે વધુ 5 સીઝન રમી છે.

Next Story