Connect Gujarat
સ્પોર્ટ્સ

ફિફા વર્લ્ડકપ 2022 : દક્ષિણ કોરિયાએ પોર્ટુગલ સામે 2-1 થી મેળવી ભવ્ય જીત

ફિફા વર્લ્ડકપ 2022 : દક્ષિણ કોરિયાએ પોર્ટુગલ સામે 2-1 થી મેળવી ભવ્ય જીત
X

આજે કતારના એજ્યુકેશન સિટી સ્ટેડિયમમાં આજે પોર્ટુગલ અને દક્ષિણ કોરિયાની ફૂટબોલ ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. ગ્રુપ Hની ટીમો વચ્ચેની આ મેચ રોમાંચક રહી હતી. આ મેચ ફિફા વર્લ્ડકપ 2022ની 45મી મેચ હતી. બંને ટીમોની ગ્રુપ સ્ટેજની આ છેલ્લી મેચ હતી. પ્રથમ હાફમાં જ પોર્ટુગલની ટીમે પાંંચમી મિનિટમાં ગોલ કરીને મેચનો રોમાંચ વધાર્યો હતો. તેના જવાબમાં દક્ષિણ કોરિયા એ પણ 1 ગોલ કરીને મેચમાં 1-1થી બરાબરી કરી હતી. બીજા હાફમાં એકસ્ટ્રા સમયમાં 1 ગોલ કરીને દક્ષિણ કોરિયાની ટીમે 2-1થી જીત મેળવી હતી. આ સાથે આ ટીમ પ્રી કવાર્ટરફાઈલમાં પહોંચી છે.

ફિફા વર્લ્ડકપ 2022ની પ્રથમ મેચમાં પોર્ટુગલની ટીમે 3-2થી ઘાના સામે જીત મેળવી હતી. બીજી મેચમાં પોર્ટુગલની ટીમે 2-0થી જીત મેળવી હતી. દક્ષિણ કોરિયાની ઉરુગ્વે સામેની પ્રથમ મેચ 0-0થી ડ્રો રહી હતી. બીજી મેચમાં ઘાનાની ટીમે દક્ષિણ કોરિયાને 3-2થી હરાવી હતી.

ફિફા વર્લ્ડ રેકિંગની વાત કરીએ તો પોર્ટુગલની ટીમ આ યાદીમાં 9માં સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયાની ટીમ આ યાદીમાં 28માં સ્થાને છે. ફિફા વર્લ્ડકપ 2022માં હમણા સુધી 46 મેચ રમાઈ છે. જેમાં 10 મેચ ડ્રો રહી છે. આ મેચોમાં 3 મેચ 1-1ના સ્કોરથી ડ્રો રહી છે. જ્યારે બાકીની મેચ એક પણ ગોલ વિના ડ્રો રહી છે. જયારે એક મેચ 3-3 થી ડ્રો રહી હતી.

Next Story