Connect Gujarat
સ્પોર્ટ્સ

એશિયન ગેમ્સમાં ભારતની સારી શરૂઆત, પહેલા દિવસે ભારતે જીત્યા 5 મેડલ,

એશિયન ગેમ્સમાં ભારતની સારી શરૂઆત, પહેલા દિવસે ભારતે જીત્યા 5 મેડલ,
X

એશિયન ગેમ્સમાં ભારતમાંથી કુલ 655 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે, જે દેશની અત્યાર સુધીની સૌથી મોટી ટુકડી છે. ભારતીય ખેલાડીઓ કુલ 40 ઈવેન્ટમાં પડકાર આપશે. ભારતને 19મી એશિયન ગેમ્સમાં શૂટિંગમાં પહેલો મેડલ મળ્યો છે. જે મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટમાં ભારત માટે આ મેડલ જીત્યો હતો.

ત્યારબાદ રોઇંગમાં પણ ભારતે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પણ ફાઈનલમાં પહોંચી ગઈ છે. બાદમાં રમિતા જિંદાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ જીત્યો હતો.

એશિયન ગેમ્સના પહેલા દિવસે ભારતે 5 મેડલ જીત્યા છે. આ સાથે જ પ્રથમ દિવસની તમામ ઈવેન્ટ્સ પણ સમાપ્ત થઈ ગઈ છે. હવે બીજા દિવસે (25 સપ્ટેમ્બર) ભારતીય ખેલાડીઓ પોતાના દેશના મેડલની સંખ્યા વધારવા મેદાનમાં ઉતરશે.

મેહુલી ઘોષ, આશી ચોકસે અને રમિતા જિંદાલ, 10 મીટર એર રાઈફલ ટીમ ઈવેન્ટ (શૂટિંગ): સિલ્વર

અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહ, પુરુષોની લાઇટવેઇટ ડબલ સ્કલ્સ (રોઇંગ): સિલ્વર

બાબુ લાલ અને લેખ રામ, મેન્સ કોક્સલેસ ડબલ્સ - (રોઇંગ): બ્રોન્ઝ

મેન્સ કોક્સેડ 8 ટીમ - (રોઇંગ): સિલ્વર

રમિતા જિંદલ - મહિલા 10 મીટર એર રાઈફલ (શૂટિંગ): બ્રોન્ઝ

Next Story