Connect Gujarat
સ્પોર્ટ્સ

પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો માત્ર વર્લ્ડ કપ જ નહીં ભારતીય ફૂટબોલ ટીમની 2 આંતરરાષ્ટ્રીય મેચો થશે રદ

વિશ્વ ફૂટબોલ સંચાલક મંડળ FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને તૃતીય પક્ષની દખલગીરીને કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે.

પ્રતિબંધ હટાવવામાં નહીં આવે તો માત્ર વર્લ્ડ કપ જ નહીં ભારતીય ફૂટબોલ ટીમની 2 આંતરરાષ્ટ્રીય મેચો થશે રદ
X

વિશ્વ ફૂટબોલ સંચાલક મંડળ FIFA એ ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) ને તૃતીય પક્ષની દખલગીરીને કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફિફાના નિયમો અને બંધારણના ગંભીર ઉલ્લંઘનને કારણે ફિફાએ આ નિર્ણય લીધો છે. ભારતીય ફૂટબોલ ફેડરેશન (AIFF) એ તેના 85 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત FIFA તરફથી સસ્પેન્શનનો સામનો કરવો પડ્યો છે.

AIFF ના સસ્પેન્શનનો અર્થ એ છે કે અંડર-17 મહિલા ફૂટબોલ વર્લ્ડ કપ ટુર્નામેન્ટ જે દેશમાં 11 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન યોજાવાની હતી. તે હવે નિર્ધારિત સમય પર થશે નહીં. આ સાથે જ ભારતે તેની યજમાની પણ ગુમાવી દીધી છે. જ્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે ત્યાં સુધી ભારતની મહિલા અને પુરૂષ ફૂટબોલ ટીમ કોઈપણ આંતરરાષ્ટ્રીય મેચ રમી શકશે નહીં. ભારતીય ખેલાડીઓ અન્ય કોઈ દેશની લીગમાં ભાગ લઈ શકશે નહીં.

Next Story