Connect Gujarat
સ્પોર્ટ્સ

Ind Vs Eng: પંતે ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો:ભારતીય વિકેટકીપર તરીકે સૌથી ઝડપી સદી કરી

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શરૂ થતાં પહેલાં ઈંગ્લેન્ડની ટીમની ભારે ચર્ચા હતી. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

Ind Vs Eng: પંતે ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો:ભારતીય વિકેટકીપર તરીકે સૌથી ઝડપી સદી કરી
X

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં રિષભ પંતે ધોનીનો 17 વર્ષ જૂનો રેકોર્ટ તોડી નાખ્યો છે. તેણે ભારતીય વિકેટકીપર તરીકે ટેસ્ટ ક્રિકેટમાં અત્યારસુધી સૌથી ઝડપી સદી ફટકારી છે.

ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ શરૂ થતાં પહેલાં ઈંગ્લેન્ડની ટીમની ભારે ચર્ચા હતી. ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. નવા કેપ્ટન બેન સ્ટોક્સ અને નવા કોચ બ્રેન્ડેન મેકુલમનાં વખાણ થઈ રહ્યાં હતાં. તેમણે ઈંગ્લેન્ડની ટીમને આક્રમક બનાવી દીધી છે. સ્ટોક્સે મેચ પહેલાં એવું કહ્યું હતું કે અમે ટીમ ઈન્ડિયા સામે એ રીતે જ રમીશું, જે રીતે ન્યૂઝીલેન્ડ સામે રમ્યા હતા. પાંચમી ટેસ્ટમાં બર્મિંગહામમાં ટેસ્ટની શરૂઆતમાં એવું લાગ્યું કે ઈંગ્લેન્ડનો પક્ષ મજબૂત છે.28 ઓવર પણ પૂરી નહોતી થઈ અને ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.98/5નો સ્કોર જોઈ એવું લાગતું હતું કે ટીમ ઈન્ડિયા 125-150માં ઓલ આઉટ ન થઈ જાય. ત્યારે સંટકમોચકની જેમ રિષભ પંતની એન્ટ્રી થઈ. તેણે લગભગ 3 કલાકની બેટિંગમાં એવું વિકરાળ સ્વરૂપ બતાવ્યું કે હવામાં ઊડી રહેલા અંગ્રેજો જમીન પર ધડામ દઈને પડ્યા. કેપ્ટન બેન સ્ટોક્સ વાંરવાર મોઢું છુપાવી રહ્યો હતો. પંતની આક્રમક બેટિંગથી તે નિરાશ હોય એવું સ્પષ્ટ પણે દેખાતું હતું. પંતે તોફાની બેટિંગ કરતાં 51 બોલમાં અડધી સદી પૂરી કરી દીધી હતી અને 89 બોલમાં સદી કરી હતી. ઈંગ્લેન્ડની ધરતી પર તેની આ બીજી સદી છે. તે 19 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 111 બોલમાં 146 રન બનાવી આઉટ થયો હતો.

Next Story