Connect Gujarat
સ્પોર્ટ્સ

IND VS WI: પ્રથમ T20માં ભારતનો ધમાકેદાર વિજય, રોહિત અને કાર્તિકની તોફાની બેટિંગ

ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓરમાં 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 191 રનના ટાર્ગેટનો પીછો કરતા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 122 રન જ બનાવી શકી

IND VS WI: પ્રથમ T20માં ભારતનો ધમાકેદાર વિજય, રોહિત અને કાર્તિકની તોફાની બેટિંગ
X

ભારતે પહેલા બેટિંગ કરતા 20 ઓરમાં 6 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. જેના જવાબમાં 191 રનના ટાર્ગેટનો પીછો કરતા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 122 રન જ બનાવી શકી. ભારતના કેપ્ટન રોહિત શર્માએ ધમાકેદાર વાપસી કરી છે. વેસ્ટઇન્ડીઝ સામે શુક્રવારે રમાયેલી પહેલી ટી-20 મેચમાં રોહિત શર્માએ અડધી સદી ફટકારી અને વિરોધી ટીમે ધૂળ ચડાવી દીધી. રોહિતે પોતાના નામે મોટો રેકોર્ડ પણ નોંધાવ્યો અને ટી-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવનારા પ્લેયર બની ગયા. સાથે જ દિનેશ કાર્તિકે પણ વિસ્ફોટક ઇનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયા આ T20 સિરિઝ જીતવા માટે ફેવરિટ છે. ટીમ ઈન્ડિયાએ હાલમાં જ ઇંગ્લેન્ડને તેની જ ધરતી પર હરાવીને T20 સિરિઝ કબ્જે કરી હતી. એ જોતા તો ભારત જ આ શ્રેણી જીતવા ફેવરિટ છે. રોહિત એન્ડ કંપની પાસે વેસ્ટઇન્ડિઝને તેના જ ઘરમાં સૌથી વધુ વખત T20 મેચમાં હરાવવા વાળી ટીમ બનવા માટે તક છે. અત્યારે ઇંગ્લેન્ડે વેસ્ટઇન્ડિઝને 6 મેચમાં હરાવ્યુ છે. તો બીજા નંબર પર પાકિસ્તાનની ટીમ છે. તેઓએ પણ 6 વખત વેસ્ટઇન્ડિઝને હરાવ્યુ છે. ભારતે વેસ્ટઇન્ડિઝમાંની તેમની સામે 4 મેચ રમ્યા છે. જેમાં ટીમે 2 મેચ જીતી છે, જયારે 2 મેચમાં ટીમને હાર મળી છે. તેવામાં ટીમ ઈન્ડિયાનું ફોકસ 5-0થી સિરિઝ જીતીને નંબર-1 બનવા પર રહેશે.

Next Story