IND vs BAN : અશ્વિનનો પંજો, જાડેજાનું ફિનિશ, ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટમાં જીતી

ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. આ મેચનું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું.

New Update
a

ટીમ ઈન્ડિયાએ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ 280 રને જીતી લીધી છે. આ મેચનું પરિણામ ચોથા દિવસે જ આવી ગયું.

લંચ પહેલા બાંગ્લાદેશની ટીમ 234 રનમાં સમેટાઈ ગઈ હતી. આર અશ્વિન ભારતની જીતનો હીરો હતો, જેણે બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી અને આ મેચમાં બેટ વડે સદી પણ ફટકારી હતી.

ભારતે પ્રથમ દાવમાં અશ્વિનની સદી (113) અને રવિન્દ્ર જાડેજા (86)ની મદદથી 376 રન બનાવ્યા હતા. જવાબમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ દાવમાં માત્ર 149 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત તરફથી પ્રથમ દાવમાં જસપ્રીત બુમરાહે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં ભારતે 287/4 રન પર ઇનિંગ્સ ડિકલેર કરી હતી. ત્યારબાદ બાંગ્લાદેશને 515 રનનો ટાર્ગેટ મળ્યો, જેનો પીછો કરવામાં બાંગ્લાદેશની ટીમ નિષ્ફળ રહી. ચોથા દિવસે 234 રનમાં સમેટાઈ ગઈ હતી.

Latest Stories