Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતની તીરંદાજનો પેરિસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં ધમાકેદાર દેખાવ

3 ગોલ્ડ મેડલ મેળવ્યા.

ભારતની તીરંદાજનો પેરિસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપમાં ધમાકેદાર દેખાવ
X

ભારતની ટોચની તીરંદાજ દીપિકા કુમારીએ પેરિસમાં ચાલી રહેલા તીરંદાજી વર્લ્ડ કપ સ્ટેજ-3માં ધમાકેદાર દેખાવ કરતાં એક જ દિવસમાં 3 ગોલ્ડ મેડલ જીતી લીધા હતા.

ભારતની ટોચની તીરંદાજ દીપિકા કુમારીએ મિક્સ ડબલ્સમાં તેના પતિ અતાનુ દાસ સાથે મળીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. દીપિકા તેમજ અંકિતા ભક્ત અને કોમલિકા બારીની ત્રિપુટીએ મહિલા ટીમ ઈવેન્ટમાં પણ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અગાઉ અભિષેક વર્માએ ભારતને મેન્સ ઈન્ડિવિડયુઅલ તીરંદાજીમાં સફળતા અપાવી હતી. દીપિકાએ મહિલા ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જે પછી તેણે તેના પતિ અતાનુ દાસ સાથે મળીને મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ મહિલાઓની વ્યક્તિગત રેક્યુર્વે ઈવેન્ટમાં ગોલ્ડન સિદ્ધિ હાંસલ કરી હતી.

2 ગોલ્ડ મેડલ જીત્યા બાદ પણ દીપિકાએ એકાગ્રતા જાળવી રાખતાં વ્યક્તિગત ઈવેન્ટમાં રશિયાની ઈલેના ઓસિપોવાને 6-0થી હરાવી હતી. ટોકિયો ઓલિમ્પિક અગાઉ દીપિકાના શાનદાર ફોર્મને કારણે ભારતની મેડલની આશા વધુ ઉજળી બની છે. તો સાથે જ દીપિકા અને અતાનુની જોડીએ નેધરલેન્ડના સ્જેફ વાન ડેર બેર્ગ અને ગેબ્રિયેલા સ્ચલઈસેરને 0-2થી પાછળ પડયા બાદ 5-3થી પરાજીત કર્યા હતા, જ્યારે તે અગાઉ દીપિકા, અંકિતા અને કોમલિકાની ટીમે 5-1થી મેક્સિકોને મહાત કરતાં ગોલ્ડ જીત્યો હતો. નોંધપાત્ર છે કે, આ જ ટીમ થોડા દિવસ પહેલા કોલંબિયા સામે હારી જતાં ઓલિમ્પિક ક્વોલિફાઈંગ ચૂકી હતી.

Next Story