Connect Gujarat
સ્પોર્ટ્સ

ભારતીય હોકી મહિલા ટિમનું ગોલ્ડ જીતવાનું સ્વપ્ન રોળાયું, સેમિફાયનલમાં હાર-બ્રોન્ઝ જીતવાની તક

ભારતીય હોકી મહિલા ટિમનું ગોલ્ડ જીતવાનું સ્વપ્ન રોળાયું, સેમિફાયનલમાં હાર-બ્રોન્ઝ જીતવાની તક
X

ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમ સેમી-ફાઈનલ મેચ હારી ગઈ છે. આર્જેન્ટિનાએ ભારતને 2-1થી હરાવ્યું. ભારત તરફથી એકમાત્ર ગોલ ગુરપ્રીતે મેચની બીજી જ મિનિટે કર્યો હતો. તેના પછી આર્જેન્ટિનાની કેપ્ટન મારિયા નોએલ બારિઓનુએવોએ બીજા અને ત્રીજા ક્વાટરમાં ગોલ મારીને ભારતીય ટીમ પર લીડ લીધી અને તેને છેલ્લે સુધી ટકાવી રાખી.

જોકે ભારતની મેડલની આશા હજી તૂટી નથી. બ્રોન્ઝ માટે ટીમ બ્રિટન સામે મેચ રમશે. ભારતીય ટીમ ત્રણ વખતની ગોલ્ડ મેડાલિસ્ટ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમી-ફાઈનલમાં પહોંચી છે. બે વારની બ્રોન્ઝ મેડાલિસ્ટ આર્જેન્ટિનાને તેઓ હરાવી દે તો કોઈ નવાઈની વાત નથી. ભારતીય ટીમ જો આ મેચ જીતી જાય તો ગોલ્ડ અથવા સિલ્વર મેડલ પાક્કુ થઈ જશે. સાથે જ તે મેડલ 41 વર્ષમાં પુરુષ અને મહિલા ટીમોમાંથી પહેલુ મેડલ બનશે.

ભારતે 1980માં પુરુષ હોકી ઈવેન્ટમાં છેલ્લી વખત ગોલ્ડ મેળવ્યો હતો. ઓસ્ટ્ર્લિયા વિરુદ્ધ જીતમાં ભારતીય ગોલકીપર સવિતા પૂનિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે મેચમાં 9 વખત ગોલ રોક્યા હતા. આર્જેન્ટિનાની ટીમ કાઉંટર એટેક અને ફ્લેકમાં હુમલો કરવામાં એક્સપર્ટ છે અને આજની મેચમાં તેમણે બતાવ્યુ પણ ખરી. આર્જેન્ટિનાને 6 પેનલ્ટી કોર્નર મળ્યા, તેમાંથી 2માં ગોલ કર્યા. સવિતા તે અટેક રોકી ન શકી. ભારતને પેનલ્ટી કોર્નરમાં 4 ચાન્સ મળ્યા પરંતુ તેમાથી એકમાં જ ગોલ કરી શક્યા. ભારતીય ટીમ ત્રણ વખતની ગોલ્ડ મેડાલિસ્ટ ઓસ્ટ્રેલિયાને હરાવીને સેમી-ફાઈનલમાં પહોંચી છે. હવે તેમને બ્રિટન સામે મેચ રમવાની છે. જો આ મેચ જીતીએ તો 41 વર્ષ પછી પુરુષ અને મહિલા બંન્નેના થઈને પ્રથમ વખત મેડલ જીતશે. ભારતે છેલ્લે 1980માં મેડલ જીત્યો હતો.

Next Story